ત્રીજી લહેરનો ડર : સૌરાષ્ટ્ર યુનિ. પદવીદાન સમારોહ ઓનલાઈન યોજશે, ગ્વાલિયર ગયેલી ટીમને પરત બોલાવી
ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં આખરે રાજ્ય સરકારે આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant summit 2022) મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આવામાં અનેક જાહેર કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે, જેથી ભીડમાં કોરોના વકરે નહિ. આવામાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) નો પદવીદાન સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે. કોરોનાના કેસ વધતા ઓનલાઇન પદવીદાન સમારોહ યોજવા નિર્ણય લેવાયો છે. સાથે જ આંતર યુનિવર્સિટી સ્પર્ધા અને યુવક મહોત્સવ પણ મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. તેમજ ગ્વાલિયર રમવા જતી યુનિવર્સિટીની ટીમને અડધેથી પરત બોલવી લેવાઈ છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં આખરે રાજ્ય સરકારે આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant summit 2022) મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આવામાં અનેક જાહેર કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે, જેથી ભીડમાં કોરોના વકરે નહિ. આવામાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) નો પદવીદાન સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે. કોરોનાના કેસ વધતા ઓનલાઇન પદવીદાન સમારોહ યોજવા નિર્ણય લેવાયો છે. સાથે જ આંતર યુનિવર્સિટી સ્પર્ધા અને યુવક મહોત્સવ પણ મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. તેમજ ગ્વાલિયર રમવા જતી યુનિવર્સિટીની ટીમને અડધેથી પરત બોલવી લેવાઈ છે.
રાજકોટમાં કોરોના કેસો વધતા મનપા હરકતમાં આવ્યું છે. રાજકોટમાં ફરી 150 રથ શરૂ થયા છે. રાજકોટમાં 100 ધન્વંત્રી રથ અને 50 સંજીવની રથ આજથી શરૂ કરાયા છે. સોસાયટીઓમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવા જશે. કોરોના કેસો વધતા રાજકોટનું આરોગ્ય વિભાગ કામે લાગી ગયુ છે.
બીજી તરફ, રાજકોટમાં યોજાર ખોડલધામ પાટોત્સવ યોજાવા પર અસમંજસતા યથાવત છે. ખોડલધામનો પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાની જાહેરાત બાદ એક પત્રિકા વાયરલ થઈ છે. જેથી કાર્યક્રમ યોજવા પર શનિવારે સત્તાવાર જાહેરાત થશે. ટ્રસ્ટી મંડળની બેઠક બાદ કોર કમિટીની બેઠક મળશે. ખોડલધામ પાટોત્સવ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે.
આ સાથે જ આજે કોરોનાને લઈને નવા નિયમોની જાહેરાત થઈ શકે છે. સાંજ સુધીમાં સરકાર નવી ગાઈડલાઈન જાહેર થઈ શકે છે. જોકે, સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, સરકાર હાલ કોઈ મોટા નિયંત્રણો રાખવાના મૂડમાં નથી. ગાઈડલાઈનમાં માસ્ક ફરજીયાત પહેરવા પર ભાર મુકાશે. માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઈનો કડક અમલ કરાશે. સાથે જ હોટલ, રેસ્ટોરન્ટ અને જિમ કાર્યરત રહેશે. જો કે હોટલ, રેસ્ટોરન્ટ અને જિમમાં ક્ષમતા અંગે નિર્ણય લેવાઈ શકે છે. સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડામાં છુટછાટ ઘટી શકે છે. રાત્રિ કરફ્યુના સમયમાં પણ બદલાવ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે