રાજકોટ: ICU માં ત્રણ દર્દી ભડથુ થયા, હોસ્પિટલમાં બહાર જવાની કોઇ વ્યવસ્થા નહોતી

27 નવેમ્બરે આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. ત્યારે આ મામેલે SIT ના તપાસની અધિકારી અને રાજકોટ DCP  ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધીને સમગ્ર બાબતે લોકોને અવગત કરાવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 
રાજકોટ: ICU માં ત્રણ દર્દી ભડથુ થયા, હોસ્પિટલમાં બહાર જવાની કોઇ વ્યવસ્થા નહોતી

રાજકોટ : 27 નવેમ્બરે આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. ત્યારે આ મામેલે SIT ના તપાસની અધિકારી અને રાજકોટ DCP  ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધીને સમગ્ર બાબતે લોકોને અવગત કરાવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 

હાલ પાંચ આરોપીની પુછપરછ ચાલી રહી છે. ડો પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટાની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત ડો. તેજસ મોતીવારસ, ડો દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પાંચેય આરોપીઓનાં કોરોના ટેસ્ટ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાલે તમામની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે. 

સીટની તપાસમાં ખુલાસો થયો કે વોર્ડમાં લાગેલી આગમાં ત્રણેય દર્દીઓ બળીને ભડથુ થયા હતા. જ્યારે અન્ય બે દર્દીઓને સારવાર માટે જૂની ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત ઇમરજન્સી સિસ્ટમમાં પણ ખામી હતી. 

આ મામલે પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ DCP ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ICU વોર્ડમાં ઇમરજન્સી એક્ઝિટ બંધ હાલતમાં તેમજ તેના તેના દરવાજા પાસે મશીનરીનો અવરોધ ઉભો કરેલો હતો. ICU વોર્ડમાં વેન્ટિલેન ન હોવાને કારણે ધુમાડો થયો હતો. સેનેટાઇઝર જેવા જ્વલનશીલ પદાર્થ વધુમાત્રામા હતા. ઇમરજન્સી સમયે હોસ્પિટલમાં જવા માટે કોઇ દરવાજો નહોતો. ફક્ત ચાર ફૂટની પહોળાઇ ધરાવતા પગથિયાની જ વ્યવસ્થા હતી કોઇ પણ પ્રકારના ફાયર સાઇનબોર્ડ કે અન્ય રીફ્લેક્ટર દ્વારા ઇમરજન્સી સાઇન બોર્ડ પણ નહોતા. ICU ના મુખ્ય દરવાજાની પહોળાઇ ત્રણ ફૂટ ચાર ઇંચ જેટલી જ હતી. ફરજ પરના મેડિકલ સ્ટાફને સહિત પેરામેડિકલ સ્ટાફને ફાયર સ્ટિકનો ઉપયોગ કરતા આવડતું નહોતું. જેથી તાલીમના અભાવે ફાયરનો ઉપયોગ કરીકરી શકાયો નહોતો. 

એનબીસી અને તેના ABH ની ગાઇડલાઇનનું પાલન થયું ન હોવા જેવી ગંભીર બેદરકારી હતી. આ ઉપરાંત ડીસીપીએ જણાવ્યું હતું કે, આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હોસ્પિટલમાં 57 બેડ હતા. જ્યારે આવવા જવા માટે એક નાનો દરવાજો ન હતો. હોસ્પિટલે પહેલો, બીજો અને ત્રીજો માળ ભાડેથી લેવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત સીટની તપાસમાં ખુલાસો થયો હતો કે, રાત્રે 12.22 વાગ્યે આગ લાગી હતી. જેની હોસ્પિટલે ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ આવી પહોંચી હતી. 10 મિનિટમાં આગ કાબુમાં લીધી હતી. આ મુદ્દે હોસ્પિટલે માત્ર ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. પોલીસ વિભાગને જાણ કરી નહોતી. આ ઉપરાંત હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફને રેસક્યૂની કોઇ પણ પ્રકારની તાલીમ આપવામાં આવી નહોતી. હોસ્પિટલમાં ઓટોમેટિક સ્પ્રિન્કલ સિસ્ટમ પણ નહોતી. જેના કારણે 3 દર્દીઓના વોર્ડમાં મોત નિપજ્યાં હતા. 

હોસ્પિટલનો ત્રણથી ચાર દિવસમાં રિપોર્ટ આવશે. અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. જેનો રિપોર્ટ પરથી આગળ કાર્યવાહી થશે. કોવિડ હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ધુમાડો વધારે હતો. આવી મુશ્કેલી વદી છે. કોવિડ હોસ્પિટલમાં વધારે તકેદારી રાખવી જરૂરી હતી. ઓક્સિજન હોવાથી નાનો સ્પાર્ક પણ મોટી દુર્ઘટા કરી શકે છે. કોવિડ હોસ્પિટલની સુવિધાને લઇને રિપોર્ટના આધારે કેટલી સુવિધાઓ વધારી તે અંગે નિર્ણય લેવાશે. ઓક્સિજનનું વધારે પ્રમાણ હોય ત્યાં નાનો સ્પાર્ક થાય તો પણ ત્યાં ફાયરમાં પરિવર્તન થઇ શકે છે. જેના કાળજી ચોક્કસ લેવી પડે અને કાળજી લેવામાં આવે છે. ક્યાં ભુલ થઇ છે અને કેવી રીતે થઇ છે તે તપાસ બાદ જ જાણવા મળશે. ધૂમાડાના કારણે ગૂંગળામણથી પાંચ દર્દીના મોત થયા હોય તેવું બની શકે. બધા રિપોર્ટ આવતા બેથી ત્રણ દિવસમાં આવવાની શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news