ગુજરાતીઓને ફરવા માટે વધુ એક સરનામું મળ્યું, અહીં જોવા મળશે દરિયામાં મોજ કરતી ડોલ્ફીનના ઝુંડ

Kutch New : કચ્છનાં અખાતમાં અબડાસાનાં કાંઠાળ વિસ્તારમાં હમ્પ બેક ડોલ્ફિન દેખાઈ... ગુજરાતના દરિયામાં જોવા મળતી આ ડોલ્ફિન દુર્લભ પ્રકારની છે

ગુજરાતીઓને ફરવા માટે વધુ એક સરનામું મળ્યું, અહીં જોવા મળશે દરિયામાં મોજ કરતી ડોલ્ફીનના ઝુંડ

Dhairya Gajarat Kutch રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : માર્ચ મહિનાની શરૂઆતમાં જ કચ્છના મુંદ્રા પોર્ટ નજીક ડોલ્ફિન માછલીનું એક ટોળું દેખાય હતું જે બાદ હાલ ફરી એકવખત કચ્છના દરિયાકાંઠે ડોલ્ફિનનું ટોળું જોવા મળ્યું હતું. આ વખતે કચ્છના અબડાસા નજીક એકસાથે સાત હમ્પબેક ડોલ્ફિન દેખાઈ હતી જેની વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. થોડા દિવસો પૂર્વે કચ્છના અબડાસાથી થોડે દૂર દરિયામાં મોજ કરતી બે હમ્પ બેક ડોલ્ફિન કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ત્યારે ગુજરાતના દરિયામાં ફરતી ડોલ્ફિનની ખાસ માહિતી સામે આવી છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં અલગ જ વિશેષતા ધરાવતી ડોલ્ફિન ગુજરાતમાં જોવા મળી રહી છે. આ માછલીને ગરદનથી નીચે ઊપરનાં ભાગમાં ખુંધ નીકળેલી હોવાથી તેને હમ્પ બેક ડોલ્ફિન તરીકે ઓળખાય છે. 

કચ્છના નલિયા નજીક દરિયામાં તાજેતરમાં હમ્પબેક ડોલ્ફિનનું વૃંદ જોવા મળ્યું હતું, જેને વન વિભાગના કર્મચારીઓએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યું હતું. નલિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે, નલિયાને સ્પર્શતા દરિયામાં ઉછળકૂદ કરતી ડોલ્ફિનનું ગ્રુપ વન વિભાગના કર્મચારીના ધ્યાનમાં આવ્યું હતું. ચારથી પાંચ જેટલી ડોલ્ફિન આ વિસ્તારમાં એકસાથે જોવા મળી હતી. સામાન્ય રીતે પાંચ ફૂટથી લઈને આઠ ફૂટની લંબાઈ ધરાવતી ડોલ્ફિન વજનમાં 140 કિલોગ્રામ સુધી ભારે હોય છે. ત્યારે તેની ઉછળકૂદ પ્રકૃતિપ્રેમીઓને રોમાંચિત કરી મૂકે છે.

ડોલ્ફિન દુર્લભ
ગુજરાતના દરિયામાં જોવા મળતી આ ડોલ્ફિન દુર્લભ પ્રકારની છે.  ભારતની 63% ડોલ્ફિન ઓખા, કચ્છનાં અખાતમાં જોવા મળે છે. IUCN દ્વારા હમ્પબેક ડોલ્ફીન વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત પ્રજાતિ જાહેર કરાઈ છે. દરિયાકાંઠે અડચણો, ઉદ્યોગો, શિપિંગ સહિતનાં પરિબળો તેના માટે ભયસ્થાનો છે. આંતરરાષ્ટ્રીય વસ્તી માત્ર હજારોમાં હોવાનો IUCN નો દાવો છે. 

ભારતીય સમુદ્રી વિસ્તારમાં કુલ 371 ડોલ્ફિન જોવા મળી છે
વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે, ભારતીય દરિયાઈ વિસ્તારમાં કુલ 371 ડોલ્ફિન જોવા મળી હતી જેમાંથી 235 ડોલ્ફિનનું સાઇટિંગ ઓખા અને કચ્છના અખાતમાં થયું હતું. કચ્છના દરિયામાં ખાસ કરીને મુન્દ્રા,જખૌ,કોરી ક્રીક જેવા વિસ્તારોમાં આ ડોલ્ફિન અગાઉ પણ નોંધાયેલી છે.

Trending news