'કોંગ્રેસ નબળી પડી ગઈ છે, દુનિયાનું સૌથી ઉત્તમ કેલ્શિયમનું ઈન્જેક્શન પણ તેને બચાવી શકે નહીં'

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019માં પોતાની પાર્ટીના પ્રચારમાં લાગેલા એઆઈએમઆઈએમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ  કોંગ્રેસને એક નબળી પાર્ટી ગણાવી દીધી છે. 

'કોંગ્રેસ નબળી પડી ગઈ છે, દુનિયાનું સૌથી ઉત્તમ કેલ્શિયમનું ઈન્જેક્શન પણ તેને બચાવી શકે નહીં'

પુણે: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019માં પોતાની પાર્ટીના પ્રચારમાં લાગેલા એઆઈએમઆઈએમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ  કોંગ્રેસને એક નબળી પાર્ટી ગણાવી દીધી છે. પુણેમાં એક ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસ નબળી પડી ગઈ છે. હવે તેને દુનિયાના સૌથી શક્તિશાળી કેલ્શિયમ ઈન્જેક્શનથી પણ બચાવી શકાય નહીં. કારણ કે તે પોતે જ લડવા માંગતી નથી. 

— ANI (@ANI) October 6, 2019

આ અગાઉ 2 ઓક્ટોબરના રોજ ઔરંગાબાદમાં ગાંધી જયંતીના અવસરે બોલતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે આજના ગોડસે દેશને બરબાદ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે નાથુરામ ગોડસેએ તો ગાંધીને ગોળી મારી હતી પરંતુ હાલના ગોડસે તો હિન્દુસ્તાનને ખતમ કરી રહ્યાં છે. જે ગાંધીને માનનારા છે હું તેમને કહી રહ્યો છું કે આ વતન એ અઝીઝને બચાવી લો.

જુઓ LIVE TV

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે ઔરંગાબાદથી એઆઈએમઆઈએમના હાલના સાંસદ ઈમ્તિયાઝનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જ્યારે દુનિયા એ સમજી રહી હતી કે હિન્દુસ્તાનમાં દરેક જગ્યાએ ભાજપની આંધીછે ત્યારે લોકો મજાક ઉડાવતા હતાં કે ઈમ્તિયાઝ અહીંથી કેવી રીતે જીતશે...પરંતુ તમારી મોહબ્બતને અલ્લાહ વધુ મજબુત કરે. કારણ કે લોકો સમજી રહ્યાં હતાં કે અમારી સફળતા હૈદરાબાદ સુધી જ રહેશે પરંતુ અલ્લાહે એ કરીને બતાવ્યું કે આજે ઔરંગાબાદમાં અમે જીત્યા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news