ટોટાણાના સંત સદારામ બાપુ દેવલોક પામ્યા, અંતિમ દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

કાંકરેજના ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુના આજે અંતિમ સંસ્કાર કરાશે. ભક્તો અને લોકોને બાપુના દર્શન થાય તે માટે આશ્રમથી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાલખી યાત્રા ટોટાણાથી નીકળી થરા શહેરમાં કાઢવામાં આવી રહી છે.

ટોટાણાના સંત સદારામ બાપુ દેવલોક પામ્યા, અંતિમ દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

અલ્કેશ રાવ, બનાસકાંઠા: કાંકરેજના ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુના આજે અંતિમ સંસ્કાર કરાશે. ભક્તો અને લોકોને બાપુના દર્શન થાય તે માટે આશ્રમથી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાલખી યાત્રા ટોટાણાથી નીકળી થરા શહેરમાં કાઢવામાં આવી રહી છે. ત્યારે આજે થરા શહેર દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે. બપોરે 4 વાગ્યાની આસપાસ ટોટાણામાં શાસ્ત્રોત વિધિથી બાપુના અંતિમસંસ્કાર કરવામાં આવશે. જ્યાં આજે અનેક મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોની હાજરીમાં બાપુને અંતિમ વિદાય આપવામાં આવશે.

કાંકરેજ તાલુકાના ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુ છેલ્લા કેટલાય વર્ષોથી સંસારનો ત્યાગ કરી પ્રભુ ભક્તિ થકી સમાજના દુષણો દુર કરવા તેમજ સમાજ સુધારણાનું કામ કરતા હતા. 111 વર્ષના સંત સદારામ બાપુ પાછલા થોડા દિવસોથી બિમાર હતા. જેના કારણે તેમને સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

પરંતુ સોમવારની રાત્રે તેમની વધુ તબિયત લથડતાં તેમને ટોટાણા આશ્રમ ખાતે પરત લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે મંગળવારે સાંજના પાર્થિવદેહ છોડયો હતો. બાપુના દેવલોક પામ્યાના સમાચારથી કાંકરેજ પંથક સહીત સમગ્ર રાજ્યમાં તેમના ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત અનેક ભક્તોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.

ત્યારે આજે કાંકરેજ તાલુકાના ટોટાણા આશ્રમથી સંત સદારામ બાપુની પાલખી યાત્રા નિકળી છે. જેમાં મોટી સંખ્યામાં બાપુના ભક્તો જોડાયા છે. આ પાલખી યાત્રા બાદ શાસ્ત્રોત વિધિથી ટોટાણામાં બાપુના અંતિમસંસ્કાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સંત સદારામ બાપુએ સમાજમાંથી વ્યસન મૂક્તિ સહિતના દૂષણોને દૂર કરવાનું કામ કર્યું હતું. તેમના આ કાર્યને લઇને રાજ્ય સરકારે પણ તેમની કામગીરીને સન્માનિત કર્યા હતા.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news