વલસાડમાં જાહેરમાં કુહાડીના ઘા ઝીંકી સલમાનની હત્યા, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

Updated By: Dec 6, 2021, 10:06 AM IST
વલસાડમાં જાહેરમાં કુહાડીના ઘા ઝીંકી સલમાનની હત્યા, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
પ્રતિકાત્મક તસવીર
  • નાનકડા ગામમાં આવી ઘટના બનતા ચકચાર મચી ગઇ છે
  • ઘટના અંગે જાણ થતા જ તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

નિલેશ જોશી/વલસાડ : જિલ્લાના વાપી ખાતે ગતરોજ એક વેપારી યુવક પર હીંચકારો હુમલો થયો હતો. હુમલાખોર એક વ્યક્તિ પર કુહાડી વડે હુમલો કરીને ફરાર થઇ ગયો હતો. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ દ્વારા તત્કાલ કાર્યવાહી કરવામાં આવી હતી. હૂમલાખોરને ઝડપી લેવા માટેના પ્રયાસો આદરવામાં આવ્યા હતા. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 

કોરોનાથી ગભરાવાની જરૂર નથી, સાવચેતી અને સમજદારીથી આગળ વધીશું અને દાનવને પરાજીત કરીશું

વાપી ચાર રસ્તા નજીક આવેલ એક ચાની દુકાનમાં સલમાન નામક યુવક પોતાની દુકાન ચલાવે છે. આ ચાની દુકાનમાં ઉભો હતો. જે દરમિયાન એના પર એક યુવકે કુહાડી વડે ઉપરાછાપરી હુમલો કરી ફરાર થઇ ગયો હતો. ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત અત્યંત નાજુક થતા એને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યું હતું. જેના પગલે હુમલાનો કેસ હત્યામાં પરિણમયો હતો. 

વિધર્મી યુવકે યુવતીને કહ્યું, તારા એવા SEXY ફોટા પાડું કે ઇન્દ્ર પણ મોહી પડે અને પછી...

વાપી GIDC પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હુમલાખોરોને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. ઘટના સીસીટીવીના આધારે જિલ્લાની એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટિમો કામે લાગી હતી. પોલીસ ખાનગી બાતમી દારોની મદદથી હત્યામાં સામેલ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. જૂની અદાવતમાં કુટુંબી જગડાને લઈ હુમલાખોરે હત્યાના કામને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે હુમલો કરનાર આરોપીના પિતા હુમલા સામેલ આરોપી મહંમદ અહમદ ઉર્ફ મુન્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુના માં મુન્ની સાથે સામે તેના બે પુત્રો જેમાંથી સઈદ નામક પુત્ર એ હુમલો કરી હત્યા સલમાન ની હત્યા કરી હતી. જેઓ ફરાર હોવાથી તેનો ને પકડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube