stabbed

વલસાડમાં જાહેરમાં કુહાડીના ઘા ઝીંકી સલમાનની હત્યા, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

  • નાનકડા ગામમાં આવી ઘટના બનતા ચકચાર મચી ગઇ છે
  • ઘટના અંગે જાણ થતા જ તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

Dec 5, 2021, 10:24 PM IST

SURAT બાઇકને કટ મારવા જેવા સામાન્ય મુદ્દે યુવકનું ચપ્પુના ઘા મારીને જાહેરમાં રહેંસી નંખાયો

ક્રાઇમ સીટી બનેલા સુરતમાં બે દિવસ અગાઉ બનેલી હત્યાની ઘટનાએ ફરી એક પોલીસની કાયદો વ્યવસ્થા સ્થિતિ સામે સવાલો ઉભા કરી દીધા છે. શહેરના ગોડાદરામાં બે દિવસ પહેલાંની અંગત અદાવત રાખી ત્રણ જણાએ એક યુવકને ગણેશ મંડપના ભંડારા પાસે જ ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો હતો. મૂળ બિહારનો અમિતકુમાર રવાણી જે હાલ ગોડાદરાની પ્રિયંકા સોસાયટી વિભાગ-2માં રહે છે. તે ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે. શુક્રવારે રાત્રે તે બાઇક લઈને ઘરે આવતો હતો ત્યારે આરોપી અમિત યાદવ તેનું બુલેટ લઈને આવ્યો અને અમિતકુમારની બાઇકને કટ મારી ગાળો આપી ચાલ્યો ગયો હતો. 

Sep 20, 2021, 10:42 PM IST

કાચા પોચા ન વાંચે: ફૂટપાથ પર બેસવા જેવી સામાન્ય બાબતે આધેડની આડેધડ ઘા મારીને હત્યા

અમદાવાદમાં નજીવી બાબતમાં ખેલાયો ખુની ખેલ. નીંદર માણી રહેલા આધેડ પર એવી આફત આવી પડી કે તેણે જીવ ગુમાવવાનો વખત આવ્યો. સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરા કેદ થઈ. આરોપીને પોલીસે ગણત્રીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. હત્યાનું કારણ જાણી પોલીસ પણ થોડી વાર માટે વિચારમાં પડી ગઇ હતી.

Jul 4, 2021, 12:41 AM IST

Junagadh માં 3 હજાર રૂપિયાની ઉઘરાણી બાબતે કુહાડીના અગણીત ઘા મારી હત્યા

રૂપિયાની ઉઘરાણી મામલે ખુન્નસ રાખી એક યુવાનની એવી રીતે હત્યા થઈ કે દ્રશ્યો જોઈ ભલભલાના રુંવાડા ખડા થઈ જાય. ક્રૂરતાપૂર્વક થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા ત્યારે પોલીસ પણ આ દ્રશ્યો જોઈ ચોંકી ઉઠી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ ક્રૂરતાપૂર્વક હત્યા કરનારા આ હેવાનને દબોચી લીધો છે. સાથે જ હત્યાનું નહીં જેવું કારણ પણ સામે આવ્યું છે. 

Apr 28, 2021, 11:00 PM IST

Ahmedabad: મકાનમાં ભાગ મુદ્દે યુવકે પોતાના જ સગા ભાઇને છરી મારી દેતા ચકચાર

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મકાનમાં હિસ્સાને વહેંચણી માટે મોટા ભાઇએ નાના ભાઇ સાથે ઝગડો કર્યો હતો. ઝગડો એટલો ઉગ્ર હતો કે નાના ભાઇને પેટમાં છરી મારી દીધી હતી. જેના પગલે તત્કાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બીજી તરફ મોટો ભાઇ તત્કાલ પલાયન થઇ ગયો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસે પાંચ લોકોના હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાંચ લોકોની વિરુદ્ધ તપાસ આદરી છે. 

Feb 27, 2021, 12:05 AM IST

અમદાવાદ: જેના નામના ડંકા વાગતા હતા તે પ્રદીપ યાદવની ફિલ્મી સ્ટાઇલે ઘરમાં ઘુસી તલવારના ઘા મારી હત્યા

* બે મહિના પહેલા 50 લાખની ખંડણી માંગનાર પ્રદિપ ઉર્ફે માયા ડોનની હત્યા 
* 15થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા પ્રદિપ પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો.

Dec 12, 2020, 09:59 PM IST

સામાન્ય બાબતમાં થયેલી માથાકુટમાં યુવાનની છાતીમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા

શહેરના બહેરામપુરા વિસ્તારમાં સામાન્ય ઝગડાઓ 19 વર્ષના યુવાનનો જીવ લીધો. શહેરના બહેરામપુરા રહેતા રમેશભાઈ પરમારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તેમને 19 વર્ષીય દિકરાનુ મર્ડર કર્યા હોવાની ફરીયાદ નોંધાવી હતી. જોકે આ મર્ડર બીજા કોઈ નહી પરંતુ બાજુના બ્લોકમાં રહેતા એક યુવકે તીક્ષણ હથીયાર વડે હુમલો કરી ફરાર તઈ ગયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.

Dec 7, 2020, 11:36 PM IST

આ વિદ્યાર્થીને શું ભણાવશે? શિક્ષકે જ આચાર્યને છરાના ઘા મારી હત્યા કરી, પત્ની અને પુત્રી પણ ઘાયલ

જિલ્લાના નસવાડીમાં શિક્ષક દ્વારા શાળાના પ્રિન્સિપાલની કરપીણ હત્યા કરી દેવામાં આવતા સનસની મચી ગઇ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની રામદેવનગર સોસાયટીમાં રહેતા લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની હત્યાથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિત તપાસમાં કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક પીઠિયાએ જ ગળા, છાતી અને માથાના ભાગે ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હુમલાખોર ભરત પીઠિયાએ આચાર્ય, તેમની પત્ની અને દીકરી ઉપર હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને દીકરી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને વધુ તપાસ હાથ ધરી છે. 

Dec 4, 2020, 05:44 PM IST

સુરતમાં બે ગેંગ વચ્ચે લોહિયાળ ઘર્ષણ, ગાડી સળગાવીને છરા વડે હુમલાનો બનાવ

શહેરમાં અસામાજીક તત્વો જાણે ધીરે ધીરે બેફામ બની રહ્યા છે. તો બીજી તરફ ધંધાકીય અદાવતમાં ગતરોજ લીંબાયતની ગેંગ દ્વારા ઉધનાની એક ગેંગ પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે લીંબાયતની ગેંગ દ્વારા ઉધનાની ગેંગના સભ્યને ચપ્પુ મારતા ઉધનાની ગેંગે લીંબાયત ગેંગની ગાડી સળગાવી નાખતા મામલો તંગ બન્યો હતો. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે હત્યાનો પ્રયાસ  અને રાયોટિંગનો ગુનો નોંધી બંન્ને સામે ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ આદરી છે.

Oct 3, 2020, 04:05 PM IST

ચોર રંગે હાથ ચોરી કરતા ઝડપાયો, GRD જવાન પોલીસ સ્ટેશન લઇ જાય તે પહેલા જ ગળે બ્લેડ મારી ઘટના સ્થળે જ મોત

વાત કરીએ કામરેજમાં બનેલી એક વિચિત્ર ઘટનાની. નેશનલ હાઈવે ૪૮ પર રોડની સાઈડમાં રીક્ષા પાર્ક કરી સુઈ રહેલા રીક્ષા ચાલકના ખિસ્સામાંથી ચોરી કરી રહેલા યુવાનને કઠોર પોલીસના હોમગાર્ડના જવાનોએ ચોરી કરતા રંગેહાથે ઝડપી પાડી કઠોર પોલીસ મથકે યુવાનને લઇ જતી વખતે યુવાને પોતાના જ ગળામાં બ્લેડ મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. 

Sep 20, 2020, 06:56 PM IST

સુરત: ઉધનામાં ખેલાયો ખૂની ખેલ, ધોરણ 12ના વિદ્યાર્થીની ચાકૂના ઘા ઝીંકી કરણપીણ હત્યા

ગુજરાતના સુરત શહેરના ઉધના વિસ્તારમાં શુક્રવારે ખૂની ખેલ ખેલાયો. જેમાં ધોરણ 12ના વિદ્યાર્થીની ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

Feb 8, 2020, 08:33 AM IST