સરદાર સરોવર ડેમ 73 ટકા ભરાયો, ડેમની સપાટી 129.94 મીટર

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૧૦૭.૬૧ ટકા વરસાદ નોંધાયો છે.
 

સરદાર સરોવર ડેમ 73 ટકા ભરાયો, ડેમની સપાટી 129.94 મીટર

ગાંધીનગરઃ રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી અનેક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 73 ટકા ભરાઈ ગયો છે. સરદાર સરોવર ડેમની સપાટી 129.94 મીટર છે. સરદાર સરોવર ડેમમાં અત્યારે 88 હજાર 287 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જો રાજ્યના અન્ય ડેમની વાત કરવામાં આવે તો 91 ડેમ 100 ટકા ભરાયા છે. તો 73 ડેમ 70થી 100 ટકા ભરાયા છે. જ્યારે 16 ડેમ 50થી 70 ટકા, 14 ડેમ 25થી 50 ટકા, 11 ડેમ 25 ટકાથી નીચે ભરાયા છે. તો ગુજરાતમાં 139 ડેમ હાઈ એલર્ટ, 15 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ સ્ટેજ પર છે. 

રાજ્યમાં આ વર્ષે વરસાદ
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૧૦૭.૬૧ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૧૯.૨૮ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૪૧.૫૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૪.૯૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૯૨.૬૮ ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં ૮૦.૫૮ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે

રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત ૨૦૬ જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ ૨,૪૧,૬૨૭ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ જળસંગ્રહ શક્તિના 73 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના ૯૨ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત સરદાર સરોવર સહિત ૭૩ જળાશયો એવા છે કે જે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. ૧૬ જળાશયો એવા છે કે જેમાં ૫૦ થી ૭૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ૧૪ જળાશયો જયારે ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા ૧૦ જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.  

રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે ૨૮૮ માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના ૨૪૦ માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news