સિંગતેલ વધુ મોંઘુ થયું, એક કિલોએ સીધા આટલા રૂપિયાનો વધારો ઝીંકાયો


Groundnut Oil Prices Rise Again : સિંગતેલના ભાવ ફરીથી વધી ગયા છે. 2023 ના વર્ષમાં સિંગતેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે

સિંગતેલ વધુ મોંઘુ થયું, એક કિલોએ સીધા આટલા રૂપિયાનો વધારો ઝીંકાયો

Groundnut Oil prices Hike : 2023 ના શરૂઆતથી જ મોંઘવારી નાગરિકોના માથા પર મંડરાઈ રહી છે. જીવન જરૂરીયાતી તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમાં પણ તેલના ભાવનું મીટર સતત અપ જઈ રહ્યું છે. આવામાં સીંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલના ડબ્બામાં રૂપિયા 50 નો વધારો ઝીંકાયો છે. 

સિંગતેલના ભાવ ફરી એકવાર વધ્યા છે. સિંગતેલના ડબ્બાનાં ભાવ રૂ. 2770 થી વધીને રૂપિયા 2820 પર પહોંચ્યો છે. સીંગતેલનો 15 કિલોનો ડબ્બાનો ભાવ રૂ. 2820 થયા છે. મગફળીનું ઉત્પાદન વર્ષે 43 લાખ ટન થવા છતાં સિંગતેલ મોંઘું બન્યું છે. જોકે, સિંગતેલ સિવાય અન્ય તેલોનાં ભાવમાં કોઈ અસર નથી. કપાસિયા તેલનાં ડબ્બાનાં ભાવ રૂ. 2000થી નીચે છે. તો કપાસિયા તેલનાં ડબ્બાનાં ભાવ 1940 થી 1990 રૂપિયા છે. 

કેમ વધે છે સિંગતેલના ભાવ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 

આ પણ વાંચો : 

સીંગતેલના ભાવમાં સતત વધારો ફરી વધારો થયો છે.તો સીંગતેલ સીવાય તમામ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.સીંગતેલનો ડબ્બો 2700 થી 2880 ને પાર થયો છે.સીંગતેલમાં છેલ્લા બે દિવસમાં 30 રૂપિયાનો વધારો થયો છે.વેપારીઓનું માનીએ તો સીંગતેલનો ડબ્બો આવતા દિવસોમાં 3,000 ને પાર જઈ શકે છે. મધ્યમ વર્ગ એક તરફ દરેક મોંઘવારી નો માર સહન કરી રહ્યો છે.હવે સીંગતેલના ભાવમાં પણ સતત વધારો છે.પીલાણ વાળી મગફળી ની ઓછી મળતના કારણે સતત ભાવ વધી રહ્યા છે.તો કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ઘટાડો થતાં તેલનો ડબો 2050 એ પહોંચ્યો છે.સન ફલાવર તેલમાં 30 રૂપિયાનો ઘટાડો નોધાયો છે.હાલ સનફ્લારના ભાવ 2060 ભાવ છે.સોયાબીન તેલમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે.તેલનો ડબાનો ભાવ 2100 રૂપિયા ભાવ થયો છે.પામોલિન તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો પામોલિન તેલનો ડબો 1550 રૂપિયા થયા છે.

સતત સિંગતેલની ડિમાન્ડ વધી રહી છે તેને કારણે સિંગતેલના ભાવ પણ વધી રહ્યા છે ઓઇલ મીલ ની અંદર મગફળી પીલાણ માટે આવવી જોઈએ તે આવતી નથી તેને કારણે સીંગતેલના ભાવ વધી રહ્યા છે આગામી દિવસોમાં સિંગતેલનો 15 કિલો નો ડબ્બો 3000 ને પાર પહોંચે તેવી વેપારીઓ શક્યતા દર્શાવી રહ્યા છે.

ફુગાવો 3 મહિનાની ટોચે 
ઉલ્લેનીય છે કે, જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો 3 મહિનાની ટોચે પહોંચી ગયો છે. જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો 6.52 ટકા નોંધાયો છે. ઓક્ટોબર 2022માં CPI 6.77 ટકા નોંધાયો હતો. ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં છૂટક મોંઘવારીનો રેટ 0.8 ટકા વધ્યો છે. કેન્દ્રીય સ્ટેટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મંત્રાલયના ડેટા સામે આવ્યા છે. તો ગ્રામીણ ભારતમાં છૂટક મોંઘવારી વધી 6.58 ટકા થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news