લુપ્ત થતા કાઠિયાવાડી ઘોડાની પ્રજાતિને બચાવવા બોટાદથી શરૂ થયું નોખુ અભિયાન
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ :સમય સાથે પ્રાણીઓની અનેક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. આવામાં તેમના સંરક્ષણ માટે અનેક પ્રાણી પ્રેમીઓ આગળ આવી રહ્યાં છે. ત્યારે લુપ્ત થઈ રહેલા કાઠિયાવાડી ઘોડાની પ્રજાતિને બચાવવા અનોખો પ્રયાસ શરૂ કરાયો છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી અનેક અશ્વ પાલકો પોતાના અશ્વ સાથે બોટાદ પહોંચ્યા છે.
ગુજરાતમાં અલગ અલગ વિસ્તાર અલગ અલગ નામથી ઓળખાય છે. આ દરેક વિસ્તારના અશ્વની અલગ કહાની છે. જેમાં સોરઠ, ગોહિલવાડ, ઝાલાવાડ અને કાઠિયાવાડનો ઉલ્લેખ થાય છે. જેમાં પણ કાઠિયાવાડના ઘોડાની ઓળખ પણ કંઈક અલગ છે. ત્યારે લુપ્ત થતી આ કાઠિયાવાડ અશ્વ જાતિને બચાવવામાં આવે તેવો વિચાર સાથે કાઠિયાવાડ અશ્વના રજિસ્ટ્રેશનનું આયોજન બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે કરવામાં આવ્યું છે. આ માટે જિલ્લા તેમજ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાંથી અશ્વ પાલક પોતાના અશ્વ સાથે રજિસ્ટ્રેશન કરાવવા માટે પહોંચ્યા છે.
આ પણ વાંચો : સાવધાન !! સુરતમાં બહારથી આવતાં લોકોએ સાત દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે
આ વિશે આયોજક રામકુભાઈ પાળીયાદે જણાવ્યું કે, અશ્વના રજિસ્ટ્રેશન માટે અશ્વની હાઈટ સહિત અલગ અલગ તપાસ કરી કાઠિયાવાડ અશ્વનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ અશ્વ સવારો દ્વારા ઘોડસવારીની સ્પર્ધાઓ જીતનાર પાલકોનું પણ આજે પાળીયાદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.
તો પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ કહે છે કે, કાઠિયાવાડ અશ્વોની લુપ્ત થતી પ્રજાતિને બચાવવા તેમજ સારું બ્રીડિંગ મળી રહે તે માટે આ કામગીરી ખૂબ જરૂરી છે. તેમજ સરકાર દ્વારા પણ અશ્વ ઉછેર કેન્દ્રને સહાય આપવામાં આવે. ઘોડા માટે ચરવા જાવું ખૂબ જરૂરી છે. કારણ કે બાંધેલા અશ્વ અને ફરતા અશ્વમાં ઘણો ફરક હોય છે. ત્યારે સરકાર દ્વારા ગોચર છૂટા કરવામાં આવે તેવી પણ અશ્વ પાલક દ્વારા માંગ કરવામાં આવી છે. લુપ્ત થતી કાઠિયાવાડ અશ્વની જાતિને બચાવવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે. અહીં સૌરાષ્ટ્રભરમાંથી આવેલા અશ્વ પાલકોએ સરકાર દ્વારા પર અશ્વ ઉછેર કેન્દ્રને ગ્રાન્ટ આપવામાં આવે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાનું ગંભીર સ્વરૂપ, આવતીકાલથી તમામ બાગ-બગીચા બંધ
ગુજરાતમાં કઈ ઓલાદના અશ્વો જોવા મળે છે
ગુજરાત વિવિધ ઓલાદના ઘોડા માટે જાણીતું છે. ઉંચી ઓલાદના અશ્વોને રાખવાએ ગુજરાતીઓનો શોખ છે. પણ હવે કાઠિયાવાડી ઓલાદના ઘોડાની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. એની પાછળનું મુખ્ય કારણ છે ક્રોસ બ્રીડ. જોકે હવે રહી રહીને તંત્રને પણ ઉંચી ઓલાદના ઘોડાને બચાવવા ચિંતા જાગી છે અને તેના માટે બ્રીડર એસોસિયેશન બનાવવામાં આવશે. જેના માટે સતત બીજા વર્ષે પણ 5.10 લાખની ગ્રાન્ટને રાજ્યના કૃષિ અને પશુપાલન વિભાગને મંજૂરી આપી છે. ગુજરાતમાં અત્યાર સુધી કાઠીયાવાડી અને મારવાડી એમ બે ઘોડાની નસલને માન્યતા મળી હતી. પરંતુ કચ્છમાં જોવા મળતાં કચ્છી સિંધી સમાજ નસલને કેન્દ્ર સરકારે તાજેતરમાં માન્યતા આપી છે. ગુજરાતમાં સૌથી વધુ જોવા મળતા કાઠીયાવાડી ઘોડાની સંખ્યા વધે તેવા પ્રયાસના ભાગરૂપે બ્રીડર એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ઓપરેશન ‘રેડ હેન્ડ’ બનાવીને જામનગર પોલીસે જયેશ પટેલના સાગરીતોને કોલકાત્તાથી દબોચ્યા
શુદ્ધ કાઠિયાવાડી ઘોડાની ઓળખ કેવી રીતે થાય?
તમને એવું થતું હશે કે ઘોડામાં વળી કાઠિયાવાડી કે મારવાડી થોડા હોય. ઘોડા તો ઘોડા હોય તેમા વળી જાત ભાત થોડીના હોય, પણ ના એવું નથી હોતું. જાણીને નવાઈ લાગશે પણ ઘોડાની નસલ નક્કી કરવા માટેના જડબેસલાક નિયમો છે. જો કોઈ ઘોડાના માતા-પિતા, દાદા-દાદી, પરદાદા-પરદાદી, પરપરદાદા-પરપરદાદી એમ ચાર પેઢી કાઠિયાવાડી હોય તો જ એને પ્યૉર નસલનું બિરુદ મળે છે. જ્યારે હાલનો સિનારિયો કંઈક જુદો જ છે. છૂટાછવાયા ધોરણે આડેધડ ક્રૉસ-બ્રીડિંગ થતું હોવાથી શુદ્ધ જાતિને સાચવવાનું અઘરું થઈ ગયું છે. સાચી ઓલાદ નક્કી કરવા માટે વંશવેલા ઉપરાંત અંગ-ઉપાંગો, સાઇઝ, ચાલ, રંગ સહિતના પાસા ચકાસવામાં આવે છે. આપણા ‘કાઠિયાવાડી ઘોડાની સાચી ઓળખ તેના કાન છે. કાઠિયાવાડી હૉર્સના કાન ઊંચા અને એના છેડા એકબીજાને અડેલા અથવા તો અડું-અડું થતા હોય છે. એનું ઓવરઑલ કદ પણ નાનું એટલે કે ૧૪.૫ ફૂટની આસપાસનું હોય. પહોળું કપાળ, ટૂંકી મોખલી, મોટી બહાર નીકળતી આંખો, પહોળાં નસકોરાં, મોરલાની ડોક જેવી ગરદનપર ઊંચું માથું રાખવાની કાઠિયાવાડી ઘોડાની અનોખી અદા ગણાય છે. બીજી કોઈ જાતિના ઘોડાના કાન ઉન્નત અને એકમેકને ટચ થતા હોય એવા નથી હોતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે