IND vs ENG 4th T20 : 'કરો યા મરો' મુકાબલામાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ભારત, ટીમમાં થઈ શકે છે ફેરફાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની આ સિરીઝના ત્રીજા મુકાબલામાં મહેમાન ટીમે જીત મેળવી અને 2-1ની સરસાઈ બનાવી લીધી છે. હવે ટીમ ઈન્ડિયાનો પ્રયાસ હશે કે શાનદાર વાપસી કરી શ્રેણી સરભર કરવામાં આવે. 
 

IND vs ENG 4th T20 : 'કરો યા મરો' મુકાબલામાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ભારત, ટીમમાં થઈ શકે છે ફેરફાર

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમ 18 માર્ચ એટલે કે ગુરૂવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝના ચોથા મુકાબલામાં ટકરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) માં દર્શકોની ગેરહાજરીમાં આ મેચમાં તેનો પ્રયાસ વાપસી કરવાનો હશે. 

સિરીઝમાં ત્રણમાંથી બે મેચમાં આશા પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડની મજબૂત ટીમ વિરુદ્ધ સિરીઝ બરોબર કરવા ઈચ્છશે. પાંચ મેચોની સિરીઝના ત્રીજા મુકાબલામાં ઈંગ્લેન્ડે જીત મેળવી 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ સાથે ઈચ્છશે કે જો તે ટોસ ગુમાવે તો તે મેચના પરિણામમાં નિર્ણાયક સાબિત ન થાય. 

હાલની સિરીઝમાં અત્યાર સુધી ટોસ જીતી લક્ષ્યનો પીછો કરનારી ટીમોએ આસાન જીત મેળવી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સતત સારા પ્રદર્શનની જરૂરત પર ભાર આપી રહ્યો છે. તેનું કહેવું છે કે આ વર્ષ ઘરેલૂ જમીન પર રમાનાર ટી20 વિશ્વકપને જોતા ટીમ લક્ષ્યનો પીછો કરે કે પ્રથમ બેટિંગ કરે, તેણે સારૂ પ્રદર્શન કરવાની જરૂર છે. 

ભારતે પ્રથમ બેટિંગ કરતા બે મેચ ગુમાવી છે તેમાં ટીમે પાવરપ્લેમાં સંઘર્ષ કરવો પડ્યો તેને કારણે અંતિમ ઓવર સ્કોર પર અસર પડી જ્યારે બન્ને મેચોમાં એક બેટ્સમેન (ક્રમશઃ શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી) એ શાનદાર પ્રદર્શન કર્યુ. 

લોકેશ રાહુલના ખરાબ ફોર્મનું પરિણામ ટીમે ભોગવવું પડ્યુ છે પરંતુ કોહલી સ્પષ્ટ કરી ચુક્યો છે કે કર્ણાટકનો આ બેટ્સમેન અને રોહિત શર્માની જોડીના રૂપમાં તેની પ્રાથમિકતા છે. 

ઈંગ્લેન્ડના તોફાની બોલર માર્ક વુડ અને જોફ્રા આર્ચરે પ્રથમ છ ઓવરોમાં ભારતીય બેટ્સમેનોને ખુબ પરેશાન કર્યા છે. આ બન્ને વિકેટથી વધારાનો ઉછાળ હાસિલ કરી ભારતીય બેટ્સમેનોને દુવિધામાં નાખવામાં સફળ રહ્યા છે. 

ત્રીજી મેચ બાદ કોહલીના  નિવેદન પર ધ્યાન આપીએ તો હાર્દિક પંડ્યા અને વોશિંગટન સુંદરની સાથે ટીમમાં એક અન્ય ઓલરાઉન્ડરને તક મળી શકે છે અને તે પર્દાપણની રાહ જોઈ રહેલ રાહુલ તેવતિયા અને અક્ષર પટેલમાંથી એક હોઈ શકે છે. 

કેપ્ટન કોહલીએ ત્રીજી મેચમાં 77 રનની ધમાકેદાર ઈનિંગ રમી ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું પરંતુ યજમાન ટીમના બોલર વિરોધી બેટ્સમેનોને પરેશાન કરવામાં નિષ્ફળ રહ્યા અને જોસ બટલરે તોફાની ઈનિંગ રમી ટીમની જીત નક્કી કરી હતી. ભારતે જ્યારે બીજી બોલિંગ કરી ત્યારે ટીમના નંબર વન સ્પિનર યુજવેન્દ્ર ચહલે ઘણા રન આપ્યા છે. 

ઓલરાઉન્ડરના રૂપમાં હાર્દિક પંડ્યાની વાપસી પ્રભાવી રહી છે પરંતુ તે અત્યાર સુધી કોઈ વિકેટ ઝડપી શક્યો નથી. ઈજા બાદ વાપસી કરી પ્રથમ સિરીઝ રમી રહેલ ભુવનેશ્વર કુમારે સારી બોલિંગ કરી છે પરંતુ ટીમને આશા છે કે તે નવા બોલથી નિયમિત વિકેટ ઝડપે.

ઓફ સ્પિનર વોશિંગટન સુંદરે સૌથી વધુ પ્રભાવિત કર્યા છે જેણે 6.95 પ્રતિ ઓવરના ઇકોનોમી રેટની સાથે ચાર વિકેટ ઝડપી છે. પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં કોઈ મોટો ફેરફાર થાય તેમ લાગતું નથી. 

ભારતની જેમ ઈંગ્લેન્ડ પણ આ મેચ જીતી સિરીઝ કબજે કરવા ઈચ્છે છે, અને પાછલી જીત બાદ ટીમ ઉત્સાહિત હશે. જોસ બટલરની ફોર્મમાં વાપસી ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય હશે કારણ કે જે દિવસે આ બેટ્સમેન લયમાં હોય તો કોઈપણ બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરવાની ક્ષમતા રાખે છે. 

ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ફ્લોપ રહેનાર જોની બેયરસ્ટોએ મંગળવારે મનોબળ વધારવાની અણનમ 40 રનની ઈનિંગ રમી હતી. 

ટીમ આ પ્રકારે છેઃ 
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, habષભ પંત, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, રાહુલ તેવતીયા , ઇશાન કિશન.

ઈંગ્લેન્ડઃ ઇઓન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, જેસન રોય, લીમ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, બેન સ્ટોક્સ, મોઈન અલી, આદિલ રાશિદ, રીસ ટોપલી, ક્રિસ જોર્ડન, માર્ક વૂડ, સેમ ક્યુરેન, ટોમ ક્રેન, સેમ બિલિંગ્સ, જોની બેર્સો અને જોફ્રા આર્ચર . સમય: મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news