ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા હથિયારો મુદ્દે મોટો ખુલાસો, 3 વર્ષથી ચાલતું હતું રેકેટ
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાત ATS એ હથિયાર સાથે પકડેલા 9 આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછમાં નવા ખુલાસા સામે આવ્યા છે. આરોપીઓ પાસેથી કબ્જે લેવાયેલા મોટા ભાગના હથિયાર વિદેશી હોવાનું સામે આવ્યું હતું. આ કેસ માં ગુજરાત ATS ને મોટી સફળતાતો હાથ લાગી છે, પરંતુ આવનાર દિવસોમાં વધુ ખુલાસાઓ સામે આવી શકે છે.
ગુજરાત ATS દ્વારા જે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ATSની ટીમ ટૂંક સમયમાં વધુ 50 વિદેશી હથિયાર કબ્જે કરી શકે છે. 4 જેટલા આરોપીઓની ધરપકડ પણ થઈ શકે છે. આ કેસમાં તરુણ ગુપ્તા કે જે તરુણ ગન હૉઉસના માંલિક સિવાય અન્ય માસ્ટર માઈન્ડ પણ સામે આવ્યા છે. ATSની તપાસ માં સામે આવ્યું છે કે આરોપીઓ હથિયારની સ્મગલિંગ માટે નેપાળ બોર્ડરનો પણ ઉપયોગ કરતા હતા.
વિદેશી હથિયારના પાર્ટ્સ અલગ અલગ રીતે મંગાવતા હતા. આરોપીઓની હથિયારો હેરાફેરી માટે અલગ મોડેશ ઓપરેન્ડી સામે આવી છે. જેમા તરુણ ગન હાઉસના માલિક તરુણની સંડોવણી હતી જે આરોપી હથિયાર સ્મગલિંગ કરી લાવતા હતા. ત્યાર બાદ તેને ગુપ્તા ખોટી રીતે પેપરમાં લેતો હતો અને ત્યાર બાદ અન્ય ગન હાઉસને આપી દેવાનો પેપરમાં એન્ટ્રી કરી હથિયાર આરોપીઓને વેચી દેતો હતો. આ રેકેટ છેલ્લા 3 વર્ષ થી ચાલી રહયું હોવાનું પણ પૂછપરછ દરમ્યાન ખુલ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે