રાજકોટ સોની બજારમાં બંગાળી કારીગરોને લઈને SOGની મેગા ડ્રાઇવ: 100થી વધુ ગુના નોંધ્યા

બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન નહિ કરનાર વેપારીઓ સામે પોલીસે જાહેરનામા ભાંગના અંદાજીત 100 જેટલા ગુના દાખલ કર્યા છે. આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, SOG અને એ-ડિવિઝન પોલીસ દ્વારા સોની બજારમાં સ્પેશ્યલ ડ્રાઇવ યોજી દરોડા કર્યા હતા.

રાજકોટ સોની બજારમાં બંગાળી કારીગરોને લઈને SOGની મેગા ડ્રાઇવ: 100થી વધુ ગુના નોંધ્યા

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટની સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરો સામે પોલીસે તવાઈ બોલાવી છે. બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન નહિ કરનાર વેપારીઓ સામે પોલીસે જાહેરનામા ભાંગના અંદાજીત 100 જેટલા ગુના દાખલ કર્યા છે. આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, SOG અને એ-ડિવિઝન પોલીસ દ્વારા સોની બજારમાં સ્પેશ્યલ ડ્રાઇવ યોજી દરોડા કર્યા હતા. રાજકોટ SOGએ છેલ્લા 4 દિવસમાં 100 જેટલા કેસ નોંધાયા છે. 

SOG દ્રારા રજીસ્ટ્રેશન નહિ કરાવનાર વેપારીઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી શરૂ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સોની વેપારી એસોસિએશનના પ્રમુખ મયુર અડેસરાએ કહ્યું, અગાઉ સોની બજારમાંથી આંતકવાદી પકડાયા હતા ત્યાર પછી સોની વેપારીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું...જે બાકી છે તેનું રજીસ્ટ્રેશન વહેલી તકે કરી લેવા સોની વેપારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. 

વેપારીઓને ખોટી રીતે કનડગત કરવામાં આવશે તો આગામી દિવસમાં પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત બસિયાએ કહ્યું હતું કે, રાજકોટની સોની બજાર દેશની સૌથી મોટી સોની બજાર છે. ગત વર્ષે સોની બજારમાંથી શંકાસ્પદ શખ્સો જે આંતકી સંગઠનો સાથે જોડાયેલા હોવાની માહિતી આધારે ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટની સોની બજારમાં અંદાજીત 90 હજાર બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે. 

નેશનલ સિક્યોરિટીને ધ્યાનમાં રાખી બંગાળી કારીગરોને કામે રાખનાર સોની વેપારીઓએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટેનું જાહેરનામું છે. છતાં પણ અનેક બંગાળી કારીગરો રજીસ્ટ્રેશન વગર સોની બજારમાં કામ કરી રહ્યા છે. જેથી આજે સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. અત્યાર સુધીમાં અંદાજીત 100 જેટલા જાહેરનામા ભાંગના કેસ દાખલ કર્યા છે અને વેપારીઓને બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશન કરાવી લેવા સૂચનાઓ આપી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news