સોખડા મંદિર વિવાદમાં; 'હરિધામમાં બે ગાદી નહી થાય, બાપ એક જ હોય, બૈરીને એક જ ધણી હોય બે ના હોય, મારી નાખીશ ગુણાતિતને હું'
બીજી બાજુ પૂ.હરિપ્રસાદજીના દેહવિલય બાદ હરિધામમાંથી હરિ જ અદ્રશ્ય થઈ ગયા છે. સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો વિડિયો વાયરલમાં હરિધામના ચાર પીલર પૈકીના એક જે.એમ.દવેની હાજરીમાં પુનમબેનનો વાણીવિલાપ થયો છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: સોખડા હરિધામ મંદિર ફરી એકવખત ચર્ચામાં આવ્યું છે. અહીં મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવી ગયો છે અને બે જૂથોએ સામ સામે મોરચો માંડી દેતા વિવાદ બીજી તરફ ફંટાયો છે. રવિવારે સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો વિડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. જેમાં મહિલાઓ ટ્રસ્ટી સામે આક્રોશ વ્યક્ત કરતી નજરે પડી રહી છે. ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ મંદિરની ગાદી માટે પ્રેમસ્વરૃપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે વિવાદ ઉભો થયો છે.
બીજી બાજુ પૂ.હરિપ્રસાદજીના દેહવિલય બાદ હરિધામમાંથી હરિ જ અદ્રશ્ય થઈ ગયા છે. સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો વિડિયો વાયરલમાં હરિધામના ચાર પીલર પૈકીના એક જે.એમ.દવેની હાજરીમાં પુનમબેને વાણીવિલાપ કર્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં મહિલાઓ જણાવે છે કે હરિધામમાં બે ગાદી નહિ થાય, બે ધણી ના હોય, ગુણાતીતને મારી નાખીશ. વિડિયોમાં સત્સંગી મહિલાઓનો મંદિરના ટ્રસ્ટી સામે જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે. સોખડા હરિધામ મંદિરમાં ગાદીપતિ બનવા સાધુઓના બે જૂથો વચ્ચે ગળાકાપ હરિફાઇ જોવા મળી રહી છે.
નોંધનીય છે કે વડોદરાના સેવક અનુજને માર મારતા પ્રેમસ્વરૂપ સ્વામીના ચાર સંતોનો વીડિયો વાયરલ થતાં હરિધામમાં દાવાનળ પ્રકટ્યો હતો. અનુજ હજુ પોલીસ સમક્ષ આવતો નથી, અશોક પટેલના તાબામાં હોવાની ચર્ચા ચાલી રહી છે. સત્સંગી મહિલાઓનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં મહિલા ગુણાતિતનું નામ વારંવાર આવે છે આ ગુણાતિત કોણ છે તે અંગે સોખડાના હરિભક્તો સાથે વાત કરતા જાણવા મળ્યું કે વર્ષ 2006માં હરિપ્રસાદ સ્વામીએ પોતાને ભગવાન સ્વામિનારાયણના અવતાર તરીકે જાહેર કર્યા હતા અને પ્રબોધ સ્વામીને ગુણાતિત તરીકે જાહેર કર્યા હતા.
સત્સંગી મહિલાઓનો વાયરલ વિડિયોમાં શું છે?
Vadodara : સોખડા હરિધામ મંદિરમાં જૂથવાદ ચરમસીમાએ, સત્સંગ મહિલાઓના આરોપના વીડિયો વાયરલ.... #Vadodara #ViralVideo #ViralAudio #ZEE24Kalak pic.twitter.com/mi7p0SbcBM
— Zee 24 Kalak (@Zee24Kalak) January 17, 2022
તમને જણાવી દઈએ કે ZEE 24 કલાક સત્સંગી મહિલાઓનો વાયરલ વિડિયો અંગે પુષ્ટિ કરતું નથી..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે