તબીબે સારવાર કરવાની ના પાડી તો પુત્રએ જાતે કરી પિતાની ટ્રિટમેન્ટ, વીડિયો થયો વાયરલ
મધ્ય ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબોની બેદરકારી બહાર આવી છે. સારવાર માટે આવેલ સિનિયર સિટીઝનના પગમાં ગેંગરિન થયુ હોવાથી તે દર્દીની સારવાર નહિ કરીને સારવાર કરવામાં સૂગ આવે છે એવું કારણ બતાવી દર્દીના પુત્ર પાસે પગમાંથી જીવડાં બહાર કાઢવાનું કહ્યું હતું.
Trending Photos
તૃષાર પટેલ, વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબોની બેદરકારી બહાર આવી છે. સારવાર માટે આવેલ સિનિયર સિટીઝનના પગમાં ગેંગરિન થયુ હોવાથી તે દર્દીની સારવાર નહિ કરીને સારવાર કરવામાં સૂગ આવે છે એવું કારણ બતાવી દર્દીના પુત્ર પાસે પગમાંથી જીવડાં બહાર કાઢવાનું કહ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સયાજી હોસ્પિટલનાં સત્તાધીશો સામે શહેરમાં ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે.
મધ્ય ગુજરાતની અને વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે સયાજી હોસ્પિટલ પ્રચલિત છે. મોટી હોસ્પિટલ હોવાને કારણે અનેકવાર આ હોસ્પિટલ વિવાદમાં પણ આવતી હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોને કારણે ફરી એક વખત આ હોસ્પીટલ વિવાદમાં આવી છે. સયાજી હોસ્પિટલમાં શુક્રવારે એક બીમાર વયોવૃદ્ધ દર્દી પોતાના પગની સારવાર કરાવવા માટે પુત્રને લઈને હોસ્પિટલમાં આવ્યા હતા.
આ દર્દીને ગેંગરીન થયું હોવાથી પગમાં થયેલ ઇજામાં જીવડાં પડી ગયા હતા. ભારે દર્દથી કણસતા દર્દીને લઈને પુત્ર જયારે સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો ત્યારે હાજર હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીની સારવાર નહિ કરવા અને ગેંગરીનને કારણે પગમાં પડેલ જીવડાંને કારણે સૂગ આવતી હોવાનું કારણ જણાવી દર્દીની સારવાર કરવા ના પાડી દીધી હતી.
અલબત્ત સ્ટાફ દ્વારા એટલે થી નહિ અટકીને દર્દીના પુત્રને બજારમાંથી ટરપેન્ટનાઇન ઓઇલ લાવીને દર્દીના પગમાં રહેલા જીવડાને બહાર કાઢવા જણાવ્યું હતું. સમગ્ર ઘટના બાદ આ અંગે લાચારી કહો કે સ્ટાફની આ હેરાનગતિ પરંતુ દર્દીના પુત્રને પોતાના પિતાના પગમાં રહેલી જીવાત બહાર કાઢવાની ફરજ પડી હતી. પુત્ર દ્વાર પિતાની સારવાર કરતો હોવાની કામગીરી કરતો વિડીયો કોઈક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતાં વડોદરા શહેરના નાગરિકોમાં હોસ્પિટલ સત્તાધીશો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે