હવે ઓનલાઇન RTI કરી શકાશે, સરકારનો વધારે એક ડિજિટલ પ્રયાસ

સચિવાલયના વિભાગોમાં માહિતી અધિકાર અધિનિયમ RTI અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. આ ઉપરાંત અરજીઓ પણ ઓન લાઇન થઈ શકશે. જેથી હવે આરટીઆઇ કરવા માટે સરકારી કચેરીઓના ધક્કા નહી ખાવા પડે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવાયેલી ઓનલાઇન આર.ટી.આઇ વ્યવસ્થા તબક્કાવાર ખાતાના વડાની અને જિલ્લા કચેરીઓમાં પણ મળતી થશે.

Updated By: Nov 30, 2021, 08:20 PM IST
હવે ઓનલાઇન RTI કરી શકાશે, સરકારનો વધારે એક ડિજિટલ પ્રયાસ

ગાંધીનગર : સચિવાલયના વિભાગોમાં માહિતી અધિકાર અધિનિયમ RTI અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. આ ઉપરાંત અરજીઓ પણ ઓન લાઇન થઈ શકશે. જેથી હવે આરટીઆઇ કરવા માટે સરકારી કચેરીઓના ધક્કા નહી ખાવા પડે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવાયેલી ઓનલાઇન આર.ટી.આઇ વ્યવસ્થા તબક્કાવાર ખાતાના વડાની અને જિલ્લા કચેરીઓમાં પણ મળતી થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું. આ પોર્ટલ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના જી.આઇ.એલ ના પરામર્શ-સહયોગથી કાર્યરત કરાયુ છે. આ પોર્ટલ અંતર્ગત ધીરે ધીરે સમગ્ર ગુજરાતનાં તમામ સરકારી વિભાગોને આવરી લેવામાં આવશે. 

અત્રે નોંધનીય છે કે, આરટીઆઇ દ્વારા સામાન્ય નાગરિક કોઇ પણ માહિતી મેળવવા માટે સક્ષમ બનતો હતો. જો કે આ અરજી કરવા માટે દોડાદોડી કરવી પડતી હતી. જો કે હવે અરજદાર ઇચ્છે તો આ અરજી ઓનલાઇન પણ કરી શકશે. અત્રે નોંધનીય છે કે, આનાથી કાગળનો પણ બચાવ થઇ શકશે. સરકાર પહેલાથી દરેક કામગીરી ડિજિટલ થાય તે માટે પ્રયાસો કરી રહી છે. આ અનુસંધાને સરકારનું વધારે એક પગલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube