ધો-12 સાયન્સનું પરિણામ નીચું આવતા આ વર્ષે એન્જિનિયરિંગની 35 હજાર સીટો ખાલી રહેશે
આ વર્ષે છેલ્લા પાંચ વર્ષ કરતા ધોરણ-12 સાયન્સનું પરિણામ નીચું આવ્યું છે. આ પરિણામ નીચું જવાને કારણે રાજ્યમાં એન્જિનિયરિંગ કોલેજોની બેઠકો ખાલી રહેવાની છે.
- ધોરણ 12 સાયન્સના ઓછા પરિણામની અસર
- ડિગ્રી એન્જિનિયરિંગની 35 હજારથી વધુ બેઠકો ખાલી રહેશે
- પરિણામ નીચુ જતાં સીટો ખાલી રહેવાની ભીતી
Trending Photos
સંજય ટાંક/અમદાવાદઃ ચાલુ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરીણામ નીચું આવતાં એન્જિનિયરિંગ કોલેજોના હાલ બેહાલ થયા છે. ધોરણ 12 સાયન્સનું આ વર્ષે પરિણામ ગત વર્ષની સરખમાણીએ 8.9 ટકા ઘટ્યું છે. તેમજ એન્જિનિયરિંગ માટેના એ ગ્રુપમાં ગત વર્ષ કરતાં 10 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા છે. જેથી આ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગની 35 હજારથી વધુ બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોનું વરવું ચિત્ર સામે આવ્યું છે. ધોરણ 12 સાયન્સનું આ વર્ષે પરિણામ ગત વર્ષની સરખમાણીએ 8.9 ટકા ઘટ્યું છે. એન્જિનિયરિંગ માટેના એ ગ્રુપમાં ગત વર્ષ કરતાં 10 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા છે. પરિણામ નિચું રહેતા આ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગની 35 હજારથી વધુ બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીજીતરફ વિદ્યાર્થીઓ ના મળતા તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓછા પ્રોફેસર, જેવા વિવિધ પરીબળોને ધ્યાને લઈ જીટીયુ દ્વારા એન્જિનિયરિંગની 3 કોલેજ અને ફાર્મસીની 5 કોલેજોને નો એડમિશન ઝોનમાં મુકવામાં આવી છે.
ધોરણ 12 સાયન્સમાં આ વર્ષે 1 લાખ 34 હજાર 352 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 98067 વિદ્યાર્થીઓ પાસ થતાં આ વર્ષે 36 હજાર 285 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગત વર્ષે એ ગ્રુપમાં 64હજાર 347 વિદ્યાર્થીઓમાંથી 54 હજાર 575 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે આ વર્ષે એ ગ્રુપમાં 57 હજાર 636 વિદ્યાર્થીઓ માંથી 44 હજાર 545 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ ચાલુ વર્ષે ગત વર્ષ કરતા 10 હજાર વિદ્યાર્થીઓ ઓછા છે.
એન્જિયનરિંગ માટે ક્વોલિફાય થનાર વિદ્યાર્થીઓમાંથી 70 ટકા વિદ્યાર્થીઓ જ એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા સહિત વિવિધ કારણોને પગલે એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા બાદ એન્જિનિયરિંગની હજુ કેટલીક કોલેજો બંધ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે