પરપ્રાંતીય પર હુમલા અને ભારતબંઘને લઇને અલ્પેશ ઠાકોરનું નિવેદન, જાણો શુ કહ્યું

રપ્રાંતિય પર થતાં હુમલામાં ઠાકોર સેનાનો હાથ ન હોવાનો અલ્પેશ ઠાકોર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 

પરપ્રાંતીય પર હુમલા અને ભારતબંઘને લઇને અલ્પેશ ઠાકોરનું નિવેદન, જાણો શુ કહ્યું

અમદાવાદ: હિંમતનગરમાં 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યમાં પરપ્રાંતિય પર હુમલાના બનાવ સામે આવી રહ્યા છે. પરપ્રાંતિયો પર હુમલામાં કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરપ્રાંતિય પર થતાં હુમલાઓને પગલે ઠાકોર સેનાને લઈને અલ્પેશે વધુ એકવાર સ્પષ્ટતા કરવી પડી છે. પરપ્રાંતિય પર થતાં હુમલામાં ઠાકોર સેનાનો હાથ ન હોવાનો અલ્પેશ ઠાકોર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સાથે જ ઠાકોર સેનાને બદનામ કરવામાં આવી રહી હોવાનું રટણ પણ કર્યું હતું. 

કહ્યુ મારી છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 
પરપ્રાંતિયો પર થઇ રહેલા હુમલા અંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું કે આ હુમલાઓ ઠાકોર સેના દ્વારા કરવામાં આવતા નથી. ઠાકોર સેનાની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તથા સોશિયલ મીડિયામાં ફરી રહેલા ભારત બંધના એલાનને ઠાકોર સેનાનું કોઇ પણ પ્રકારનું સમર્થન નથી. પરપ્રાતીય લોકો પર થયેવા હુમલાઓમાં કરવામાં આવેલા ખોટા કેસો પછા ખેચી લેવા જોઇએ. ઉલ્લેખનીય છે કે કોંગી ધારાસભ્ય બિહારના પ્રભારી છે તેવામાં પરપ્રાંતિયો પર હુમલાની બાબત અંગે સવાલ પૂછતાં જણાવ્યું કે, તેમની વ્યક્તિગત છબી ને ખરડાવવા નો પ્રયાસ કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news