વનવિભાગે કહ્યું વાવાઝોડું આવતા સિંહો જાતે જ સલામત સ્થળે ખસી ગયા હતા, કોઈ સિંહ ગુમ થયા નથી
ગુજરાત પર ત્રાટકેલાં વિનાશક તૌકતે વાવાઝોડાને કારણે સિંહો ગુમ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. સોશલ મીડિયા પર એવા સમાચારો પણ વહેતાં થયા હતા. જોકે, વન વિભાગે આ વાતને નકારી કાઢી છે અને આ અંગે મોટી સ્પષ્ટતા કરી છે.
- વાવાઝોડાને કારણે સિંહો ગુમ થયાની ઉઠી ફરિયાદ
- સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંહો ગુમ થયાની ચર્ચા વહેતી થઈ
- 18 સિંહો ગુમ થયાની વાત અંગે વન વિભાગની સ્પષ્ટતા
Trending Photos
ઝી બ્યૂરો, જુનાગઢ/ગાંધીનગરઃ ગુજરાત પર ત્રાટકેલાં વિનાશક તૌકતે વાવાઝોડાને કારણે સિંહો ગુમ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. સોશલ મીડિયા પર એવા સમાચારો પણ વહેતાં થયા હતા. જોકે, વન વિભાગે આ વાતને નકારી કાઢી છે અને આ અંગે મોટી સ્પષ્ટતા કરી છે.
વન વિભાગે સિંહ ગુમ થવાની વાતને અફવા ગણાવી છે. આ અંગે જુનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડી.ટી.વસાવડાએ જણાવ્યુંકે, કોઈ પણ સિંહો ગુમ થયા નથી, ગીર અને બૃહદગીરના તમામ સિંહો સલામત છે. વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી સાથે મોનીટરીંગ કરી સિંહોની સુરક્ષા માટે તમામ પગલાં લેવાઈ રહ્યાં છે.
આ પણ વાંચોઃ Facebook પોસ્ટ અને નોટ્સને Google ડોક્યુમેન્ટ્સમાં કરી શકશો ટ્રાન્સફર, જાણો આ નવા ફીચર વિશે
ઉલ્લેખનીય છેકે, રાજ્યમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર વિસ્તારમાં 18 સિંહો ગુમ થયા અંગેની વાત વહેતી થઈ હતી. આ મુદ્દે વન વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગીર અને બૃહદગીરના તમામ સિંહો સલામત છે. આ વિસ્તારના એક પણ સિંહનું મોત થયુ નથી કે કોઈ પણ પ્રકારનું નુક્સાન થયુ નથી.
જુનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડી. ટી.વસાવડાએ જણાવ્યુંકે, સૌરાષ્ટ્રમાં માંગરોળથી લઈ મહુવા, તળાજા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોએ પોતાનું રહેઠાણ બનાવ્યું છે. એટલું નહીં રાજ્યના અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ તથા ભાવનગર જીલ્લામાં સિંહો વસે છે. વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયા કાંઠે વસતા સિંહો સહીત તમામ સિંહોની સલામતી માટે પગલા લેવામાં આવ્યા હતાં. અને આ સિંહોનું સતત મોનીટરીંગ કરાયું હતું.
પિચ પર દીવાલ બનીને ઉભા રહે છે હાલના સમયના આ 5 બેટ્સમેન
વસાવડાએ જણાવ્યુંકે, મોનીટરીંગ દરમિયાન રાજુલા વિસ્તારના સિંહો દરિયાથી દુર સલામત સ્થળે જાતે જ ખસી ગયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનાર કે મહુવા તાલુકાના દરિયા કાંઠાના વિસ્તારોમાંથી એક પણ સિંહ ગુમ થયાનું જણાયું નથી કે આવા કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે