રાજકોટમાં 12 વર્ષના બાળકનું મોત, સોરઠીયા પરિવારનો સ્વસ્થ દીકરો સવારે મૃત મળ્યો
Rajkot News : રાજકોટના 12 વર્ષના બાળકનું મૃત્યું... વ્રજ સોરઠીયાનું ધ્રોલમાં બેભાન થઈ જતાં થયું મૃત્યું... શિક્ષક રાજેન્દ્રભાઇ બારડને ત્યાં રહી સૈનિક સ્કૂલની કરતો હતો તૈયારી... રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે
Trending Photos
Child Death : આજકાલ જુવાનિયાઓને મોત સામાન્ય બની ગયું છે. ગમે ત્યારે ગમે તે સમયે મોત આવી રહ્યું છે. આવામાં સગીર બાળકો પણ મોતનો શિકાર બની રહ્યાં છે. રાજકોટમાં માત્ર 12 વર્ષના વિદ્યાર્થીનીનું એકાએક મોત નિપજ્યું છે. રાજકોટનો 12 વર્ષનો વ્રજ ગીરીશભાઈ સોરઠીયાનું ધ્રોલમાં બેભાન થઈ જતાં મોત નિપજ્યુ છે. તે શિક્ષક રાજેન્દ્રભાઇ બારડને ત્યાં રહી સૈનિક સ્કૂલની તૈયારી કરતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ગોંડલ રોડ પર રહેતા ગિરીશભાઈ સોરઠીયા કારખાનામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. મોટી દીકરી ધોરણ 11 માં અભ્યાસ કરે છે, તો દીકરો વ્રજ સોરઠીયા ધોરણ-6 માં અભ્યાસ કરે છે. પુત્ર વ્રજ સોરઠીયા ભણવાની સાથે સૈનિક સ્કૂલ માટે તૈયારી પણ કરી રહ્યો હતો. તેથી ધ્રોલ ખાતે દર શનિવારે તેમજ રવિવારે શિક્ષક રાજેન્દ્ર બારૈયા પાસે રહીને તૈયારી કરતો હતો.
તૈયારીને કારણે તે સોમવારે પણ શિક્ષકના ઘરે રોકાયો હતો. જેમાં તે રાતે 10.30 કલાકે સૂતો હતો, સવારે 4.30 વાગ્યા શિક્ષક રાજેન્દ્ર બારૈયાએ ચેક કર્યુ, તો તે અલગ જગ્યાએ જોવા મળ્યો હતો. વ્રજ બેભાન હોવાથી શિક્ષક તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યા તબીબોએ તેનું સુગર લેવલ 448 જેટલું આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ધ્રોલ સારવાર આપ્યા બાદ બાળકને સારવાર અર્થે રાજકોટ શહેરની ગોકુલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં બાળકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
ખાખીને સલામ: યુવકને હાર્ટ એટેકની અસર થતા પોલીસ જવાને CPR આપી જીવ બચાવ્યો#heartattack #Gujaratpolice #CPR #life #ZEE24KALAK #Gujarat #viralvideo@GujaratPolice @sanghaviharsh pic.twitter.com/m3RDRJ0uVj
— Zee 24 Kalak (@Zee24Kalak) August 22, 2023
રાજકોટના ૧૨ વર્ષના વ્રજ ગીરીશભાઈ સોરઠીયાનું ધ્રોલમાં બેભાન થઈ જતાં મોત થયું છે. સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરવા જવાની ઈચ્છા હોવાથી ધ્રોલમાં રાજેન્દ્રભાઇ બારડના ક્લાસિસમાં રહીને અભ્યાસ કરતો હતો. રાત્રી ભોજન કરી સુઈ ગયા બાદ વહેલી સવારે રાજેન્દ્રભાઇ છોકરાઓને વર્ગ માટે ઉઠાડવા ગયા હતા, ત્યારે વ્રજ બેડ થી નીચે પડેલો હતો. જેથી તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોએ કહ્યું હતું કે, હાર્ટ બંધ થઈ ગયું હોવાનું તબીબે કહેતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે અહીં પણ ડોકટરોએ મૃત જ જાહેર કર્યો હતો. હાલ પરિવતજનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે.
જ્યારે શિક્ષક રાજેન્દ્ર પરીખે કહ્યું હતું કે, ડોક્ટરે સુગર તપાસ કરતા 400 કરતા વધુ સુગર આવ્યું હતું. જોકે હાર્ટ એટેક તેને કારણે પણ આવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત રાજ્યભરમાં બાળકોને હાર્ટ એટેક અને હાર્ટ બંધ થઈ જવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજની આ ઘટનામાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.
બાળકના પગના અંગૂઠામાં ઈજાનું નિશાન પહોંચ્યાનું પણ સામે આવ્યું છે. હાલ તેના સારવારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જેના બાદ તેના મોતનું અસલી કારણ સામે આવશે. દીકરાના મોતથી સોરઠીયા પરિપારમાં માતમ છવાયો છે.
સુરતમાં ધંધામા નિષ્ફળ ગયેલા યુવકનો આપઘાત
સુરતમાં ઓનલાઇન ધંધામાં નિષ્ફળતા મળતા સરથાણાના યુવકે ચોથા માળેથી પડતું મુકી જીવન ટૂંકાવ્યું છે. સરથાણાની યોગીચોક વિસ્તારની ઘટના છે. જેમાં મૃતક યુવક બિલ્ડીંગના પાછળના ભાગેથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. યુવકને સારવાર સ્મીમેર લવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવકનું નામ અંકિતભાઈ મનહરભાઈ પાદરીયા છે, જેઓ 26 વર્ષના હતા. તેણે અલગ અલગ ધંધામાં નીષ્ફળતા બાદ હાલ ઓનલાઈન વેપાર શરૂ કર્યો હતો. જોકે તેમાં પણ ફાવટ ન આવતા હતાશ થયો હતો. અંતે રાત્રે તેઓ ઘરે ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમ્યાન મળસ્કે એપાર્ટમેન્ટના પાછળના ભાગમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે સુરત પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે