મહેસાણાઃ વિદ્યાર્થીઓ ઘરે અભ્યાસ કરી શકે તે માટે ‘Study At Home’ એપ્લિકેશન લોન્ચ

 ધોરણ ૦૩ થી ૦૮ તથા ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ  માટે ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન આજે જિલ્લા  વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ લોન્ચ કરાઇ હતી

 મહેસાણાઃ વિદ્યાર્થીઓ ઘરે અભ્યાસ કરી શકે તે માટે  ‘Study  At Home’ એપ્લિકેશન લોન્ચ

મહેસાણાઃ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની પ્રેરણા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલના માર્ગદર્શન તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પુલકિતભાઈ જોશીના સહયોગ હેઠળ  મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા ‘Study  At Home’ એપ્લિકેશન તૈયાર કરી છે. જિલ્લાના ધોરણ ૦૩ થી ૦૮ તથા ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ  માટે ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન આજે જિલ્લા  વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ લોન્ચ કરાઇ હતી
       
કોરોના વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે જિલ્લામાં શાળાઓ  બંધ છે. આ સમયે વિધાર્થીઓ આનંદ સાથે અભ્યાસ કરી શકે તે માટે મહેસાણા જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષક ડૉ. મિહિર એન. સોલંકી , ઉ.શિ. મહેસાણા પ્રાથમિક શાળા નં.૩ અને રવિ પટેલ  સી.આર.સી કો.ઓ.સૂરજ,તા.જોટાણા દ્વારા એપ્લિકેશન તૈયાર કરાઇ છે. 

આ એપ્લિકેશનથી બાળકો આનંદ સાથે પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે છે. આ ઉપરાંત બાળકો માટે કોરોના સંક્રમણ સાવચેતીના ભાગરૂપે સંદેશ આપવાની સાથે બાળકો જાતે પોતાનું પરીણામ જાણી અને ઘર બેઠા ઓનલાઇન ગેમ રમી શકે તે માટે નવતર પ્રયોગ  મહેસાણા જિલ્લામાં કરાયો છે. આ એપ્લીકેશન પ્લેસ્ટોર પરથી ડાઉન કરી શકાય છે. પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે         

સુરતમાં હવે માસ્ક નહીં પહેરો તો ભરવો પડશે 500 રૂપિયાનો દંડ, કમિશનરે કરી જાહેરાત
     
https://play.google.com/store/apps/details?id=appinventor.ai_Mihir181087... લીન્ક પરથી ડાઉનલોડ થઇ શકશે. જેમાં ધોરણ ૦૩ થી ૦૮ વિધાર્થીઓને અભ્યાસલક્ષી સાહિત્ય પુરું પાડવામાં આવી રહ્યું છે. આ  એપ્લિકેશનમાં પણ આ પીડીએફ સાહિત્યનો સમાવેશ કરવામાં આવેલ છે.
      
મહેસાણા જિલ્લામાં આ એપ્લિકેશન લોન્ચ થવાથી જિલ્લાના ધોરણ ૦૩ થી ૦૮ તથા ૯ થી ૧૨ ના  વિધાર્થીઓને તકનીકનો સીધો લાભ મળનાર છે. જે વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ હશે તે વાલીઓ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમના સંતાનને ‘Study  At Home’ એપ્લિકેશનદ્વારા શિક્ષણ સાથે જ્ઞાન અને આનંદ આપી શકશે.
     
આ એપ્લિકેશન ગુજરાત સરકારની પ્રેરણાથી શિક્ષણ વિભાગ  દ્વારા  "Home Learning"  કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત ધોરણ ૩ થી ૧૨ના શૈક્ષણિક કાર્યક્રમનું પ્રસારણ ડીડી ગીરનાર પર થઇ રહ્યું છે.આ કાર્યક્રમનું તમામ સાહિત્ય તથા વીડિયો એક જ જગ્યાએથી સરળતાથી એક જ માધ્યમથી આ એપ્લિકેશનની મદદથી મળી રહેશે તથા રોજે-રોજ પ્રસારિત થતા શૈક્ષણિક એપિસોડના વીડિયો વિદ્યાર્થીઓ પોતાના સમયે જોઈ શકશે અને તેનું પુનરાવર્તન કરી શકશે.સાથે સ્લો લર્નર બાળકો એકમનું દ્દઢીકરણ વારંવાર કરી શકશે.

અમદાવાદમાં એક ફ્રી લાન્સ મહિલા પત્રકારે ડોક્ટર સામે નોંધાવી બળાત્કારની ફરિયાદ  
    
આ અભ્યાસના  દૃઢીકરણ માટેની ધોરણ અને અભ્યાસ પ્રમાણેની Quiz આ એપ્લિકેશનમાં મૂકવામાં આવી છે. જેથી બાળકો આનંદ સાથે  પોતાનું સ્વ મૂલ્યાંકન કરી શકશે અને પોતાને મળેલ સ્કોર જાણી શકશે.સાથે સાથે સાચા પડેલા પ્રશ્નો અને ખોટા પડેલા પ્રશ્નો સાથે તેના સાચા જવાબો જાણી શકશે. બાળકો ઘરે બેસી ઓનલાઈન ગેમ રમી શકે તેવી ગણિતની અને અન્ય રમતોનો  સમાવેશ કરેલ છે સાથે કોરોના સંક્રમણ સાવચેતીના ભાગરૂપે સંદેશ બાળકો દ્વારા આપવામાં આવ્યો છે.મહેસાણા જિલ્લામાં આ કામગીરી અસરકારક રીતે થઇ રહી છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news