સુરતઃ ઓલપાડમાં એક ફર્નિચરની દુકાનમાંથી અફીણનો 176 ગ્રામ રસ મળી આવ્યો

એસઓજી પોલીસે તપાસ કરીને ષડયંત્ર રચનાર છગન લાલ ખટિક અને કલ્પેશ ઉર્ફે લાલુ રાઠોડની અટકાયત કરી છે. જ્યારે વિજય મરાઠી નામના ઈસમને વોન્ટેડ જાહેર કરાયો છે. 

સુરતઃ ઓલપાડમાં એક ફર્નિચરની દુકાનમાંથી અફીણનો 176 ગ્રામ રસ મળી આવ્યો

સુરતઃ સુરતના ઓલપાડ ટાઉનમાં એક ફર્નિચરની દુકાનમાંથી અફીણનો રસ મળી આવ્યો છે. ઓલપાડમાં આવેલી એક લક્ઝરી ફર્નિચરની દુકાનમાં એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 176 ગ્રામ અફીણનો રસ ઝડપી પાડ્યો હતો. એસઓજીની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. 

વેપારીને ફસાવવાનું ષડયંત્ર
પ્રાપ્ત વિગત અનુસાર સુરતના ઓપલાડમાં લક્ઝરી ફર્નિચરની એક દુકાન આવેલી છે. ત્યાં અફીણ હોવાની બાતમી એસઓજીને મળી હતી. ત્યારબાદ એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાં 176 ગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો. એસઓજીએ તપાસ કરતા અનેક વિગતો બહાર આવી છે. ફર્નિચરની દુકાન ધરાવતા વ્યક્તિને ધંધાની અદાવતમાં ફસાવી આપવા અન્ય લોકોએ દુકાનમાં નશાકારક પદાર્થ રાખ્યો હતો. 

ગીર સોમનાથઃ તાલાલામાં માત્ર 5 કલાકમાં ભૂકંપના 15 આંચકા, કોઈ જાનહાની નહીં

એસઓજી પોલીસે તપાસ કરીને ષડયંત્ર રચનાર છગન લાલ ખટિક અને કલ્પેશ ઉર્ફે લાલુ રાઠોડની અટકાયત કરી છે. જ્યારે વિજય મરાઠી નામના ઈસમને વોન્ટેડ જાહેર કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news