20 વર્ષના યુવકે 11 વર્ષની કિશોરીને પીંખી નાખી, પ્રેમથી પૂછતાં માતા-પિતાને કહી હકીકત

સુરત (Surat) ના ડુમસ (Dumas) પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના જ પાડોશમાં રહેતો વિમલેશએ તેની 11 વર્ષની કિશોરી પર બળ જબરી કરી તેની પર આચર્યું છે.

Updated By: Mar 22, 2021, 11:24 AM IST
20 વર્ષના યુવકે 11 વર્ષની કિશોરીને પીંખી નાખી, પ્રેમથી પૂછતાં માતા-પિતાને કહી હકીકત

તેજસ મોદી, સુરત: સુરત (Surat) શહેર ફરી બન્યું શરમશાર છે. 20 વર્ષના નરાધમએ 11 વર્ષની કિશોરીની એકલતાનો લાભ લઈ તેનું મોઢું દબાવી એક રૂમમાં ખેંચી જઈ તેની સાથે ગંદુ કામ આચર્યું હતું. સાથે જ ધમકી પણ આપી જો કોઈને વાત કહેશે તો તેના માતા પિતાને જાનથી મારી નાખશે. ડુમસ (Dumas Police) પોલીસએ ગુનો નોંધી નરાધમ વિમલેશની ગણતરીના કલાકોમાં કરી ધરપકડ લીધી હતી.

સુરત (Surat) ના ડુમસ (Dumas) પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના જ પાડોશમાં રહેતો વિમલેશએ તેની 11 વર્ષની કિશોરી પર બળ જબરી કરી તેની પર આચર્યું છે. દુષ્કર્મ  ડુમસ પોલીસના જણાવ્યા મુજબ અને માતાની ફરિયાદની હકીકતના આધારે તેમની જ કોલોનીમાં રહેતો 20 વર્ષય વિમલેશ તેની 11 વર્ષય કિશોરી રાત્રી દરમિયાન દુકાન પર ગઈ હતી. 

અજબ અપહરણની ગજબ કહાની, અપહરણકારની વાત સાંભળી પોલીસની આંખો પણ ભીની થઇ

ત્યારે વિમલેશએ કિશોરીની એકલતાનો લાભ લઈ તેનું મોઢું દબાવી તેને એક રૂમમાં ખેંચી ગયો હતો. ત્યાં તેને એક દોરડી વડે તેના હાથ બાંધી દીધા હતા અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ  (Rape) આચર્યું હતું. અને ત્યારબાદ તેને ધમકી આપી હતી કે જો આ વાત કોઈ ને કહેશે તો તેના માતા પિતાને જાનથી મારી નાખશે, તેવું કેહી તે ફરાર થઈ ગયો હતો. કિશોરીએ હેમખેમ રીતે બાંધેલા હાથને છોડાવવી પોતાના ઘરે પહોંચી હતી. કિશોરીને આવવામાં મોડું થતાં તેની માતાએ તેને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ ગભરાયેલી કિશોરીએ માતાને કંઈ પણ કેહવા વગર સુઈ ગઈ હતી અને જ્યારે બીજા દિવસે માતાએ તેના હાવભાવ હિબકેલી હાલતમાં જોઈ તેને પ્રેમ થી પૂછતાં સમગ્ર હકીકત કીધી હતી.

Toll Free Number: જો રિક્ષાચાલકો વધુ ભાડુ ખંખેરે તો આ નંબર પર કરો ફરિયાદ, દોડતી આવશે Police

માતાએ તેના પતિને સમગ્ર હકીકત કેહતા માતા પિતા અને સ્થાનિકોએ ડુમસ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી જ્યાં પોલીસ એ તાત્કાલિક હરકતમાં આવી અને આરોપી વિમલેશની ધરપકડ કરી લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમલેશ અગાઉ પણ આ જ રીતે અન્ય એક કિશોરી સાથે પણ છેડતી કરી ચુક્યો હતો. જ્યાં લોકોએ તેને માત્ર ઠપકો આપી છોડી મુક્યો હતો. બસ એ વખતે લોકોએ ગુનાની ગંભીરતાને ગંભીર રીતે લીધી ન હતી. તે થી જ તેની હિંમત ખુલી અને અન્ય એક ગંભીર ગુનાને અંજામ આપ્યો અને એક બાળકીને પીખી નાખી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube