સુરત: 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 10 રૂપિયા આપવાની લાલચ આપી લઈ ગયો યુવક

સુરતમાં વધુ એક હિચકારો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક 8 વર્ષની બાળકીને 10 રૂપિયા આપવાની લાલચ આપીને યુવક ફોસલાવીને લઈ ગયો અને દુષ્કર્મ આચર્યું હોવાના અહેવાલો છે. લોકોએ આ યુવાનને ઝડપી પાડ્યો અને પોલીસને સોંપી દીધી  છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Updated By: Mar 10, 2020, 10:59 AM IST
સુરત: 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 10 રૂપિયા આપવાની લાલચ આપી લઈ ગયો યુવક

ચેતન પટેલ, સુરત: સુરતમાં વધુ એક હિચકારો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક 8 વર્ષની બાળકીને 10 રૂપિયા આપવાની લાલચ આપીને યુવક ફોસલાવીને લઈ ગયો અને દુષ્કર્મ આચર્યું હોવાના અહેવાલો છે. લોકોએ આ યુવાનને ઝડપી પાડ્યો અને પોલીસને સોંપી દીધી  છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

જુઓ Live tv

સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં દુષ્કર્મની આ ઘટના ઘટી છે. જ્યાં એક 8 વર્ષની બાળકીને માત્ર 10 રૂપિયાની લાલચ આપીને યુવક આંતરી ગયો અને પછી હેવાનિયત આચરી. આ સમગ્ર મામલે અઠવા પોલીસે મામલો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે જણાવવાનું કે ગુજરાતમાં દુષ્કર્મના અનેક કેસો સામે આવી રહ્યાં છે. નાની નાની બાળકીઓ તેનો ભોગ બની રહી છે ત્યારે મહિલા સુરક્ષા સામે મોટા સવાલ પેદા થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube