સુરતીઓનું સર્જન!! નકામી ગણીને ફેંકી દેવાતી પ્લાસ્ટિક બોટલમાંથી પણ બનાવી દીધું કાપડ

Plastic Recycling Into Textile : સુરતની ત્રણ અને રાજકોટની બે કંપનીઓ પ્લાસ્ટિક રિસાયકલીંગ કરી તેમાંથી યાર્ન બનાવે છે. આ યાનમાંથી બુટ, જેકેટ, સોફાના કવર તથા કાના કવર બનાવવામાં આવે છે 
 

સુરતીઓનું સર્જન!! નકામી ગણીને ફેંકી દેવાતી પ્લાસ્ટિક બોટલમાંથી પણ બનાવી દીધું કાપડ

Surat News ચેતન પટેલ/સુરત : પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવતું હોય છે અને ખાસ કરીને સમગ્ર દેશ સહિત દુનિયામાં રોજેરોજ કરોડોની સંખ્યામાં પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ સુરતની એક ઇન્ડસ્ટ્રી દ્વારા આ પ્લાસ્ટિકનો સદુઉપયોગ કરી તેમાંથી હવે વિવિધ પ્રકારના ગારમેન્ટ અને સાડીઓનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ કંપની દ્વારા વર્ષે 800 કરોડ જેટલી પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના કપડાઓ બનાવવામાં આવે છે. આ કંપની દ્વારા સુરત સહિત ગુજરાત તેમજ સાઉથ ઇન્ડિયામાંથી પણ પ્લાસ્ટિકની બોટલો મંગાવવામાં આવે છે. તથા આ પ્લાસ્ટિકની બોટલોમાંથી બનતા યાર્નમાંથી વિવિધ કાપડો ખૂબ જ સારી ગુણવત્તાવાળા હોય છે.

સામાન્ય રીતે જો વાત કરીએ તો પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવતું હોય છે અને તેનો નિકાલ પણ થઈ શકતો નથી. પ્લાસ્ટિકના નિકાલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ અને વર્ષો વીતી જાય છે. સમગ્ર દેશ છે દુનિયામાં પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ માથાના દુખાવા સમા બની ગયો છે. પરંતુ સુરતના કાપડ ઇન્ડસ્ટ્રીમાં હવે આ પ્લાસ્ટિકની બોટલોનો રિસાયકલ કરી તેમાંથી યાર્ન થકી હવે વિવિધ પ્રકારના ગારમેન્ટ સાડીઓ બનાવવામાં આવી રહી છે. 

Add Zee News as a Preferred Source

ગુજરાતની જો વાત કરીએ તો સુરતની ત્રણ અને રાજકોટની બે કંપનીઓ આ રીતે પ્લાસ્ટિક રિસાયકલીંગ કરી તેમાંથી યાર્ન બનાવે છે. આ યાનમાંથી બુટ, જેકેટ, સોફાના કવર તથા કાના કવર બનાવવામાં આવે છે આ ફાઇબર અને પોલીસ્ટર વર્ઝન ફાઇબરમાં કોઈપણ પ્રકારનો ફરક હોતો નથી. સુરત ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ તો સુરત ગુજરાત તેમજ સાઉથ ઇન્ડિયામાંથી દર વર્ષે આ પ્લાસ્ટિકની બોટલો મંગાવવામાં આવે છે. અંદાજિત દર વર્ષે 800 કરોડ જેટલી બોટલોનો રિસાયકલિંગ કરી તેમાંથી ફાઈબર બનાવવામાં આવે છે. બાદમાં યાર્ન બનાવી તેમાંથી વિવિધ પ્રકારના ગારમેન્ટ જીન્સ અને સાડીઓ પણ બનાવવામાં આવતી હોય છે. 

સુરત શહેર પ્લાસ્ટિક રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીમાં હબ બની ગયું છે રિસાયકલિંગ થવાથી ડમ્પિંગમાં જવાથી પણ બચે છે. કારણ કે પ્લાસ્ટિકને નાશ કરવામાં વર્ષો વીતી જતા હોય છે જે આથી પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે. જીન્સ બનાવતી ફેક્ટરીઓમાં પણ જ્યારે વાઈટવોસ જીન્સ બનાવવામાં આવતું હોય છે ત્યારે પણ આ જ રિસાયકલીગ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

6 તબક્કાઓમાંથી આ પ્લાસ્ટિક ની બોટલોનો રિસાયકલિંગ કરી યાર્ન બનાવવામાં આવતું હોય છે
1.બોટલ રોડ વેસ્ટ
2.સેમી ક્લિન્ડ બોટલ
3.હોટ વોશ PET ફ્લેક્સ
4.ફાયબર
5.યાર્ન
6.ગારમેન્ટ

સુરત જે રીતે પ્લાસ્ટિકની બોટલો રિસાઈકલિંગ કરી ગારમેન્ટ બનાવી રહ્યું છે ત્યારે ધીરે ધીરે સમગ્ર દેશ સહિત દુનિયામાં પણ આ જ પ્રકારનું ગારમેન્ટ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ પદ્ધતિના કારણે પર્યાવરણમાં પ્રદૂષણની માત્રા ઓછી થશે અને પ્લાસ્ટિકનો નિકાલ પણ સહેલાઈથી થઈ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news