સુરતમાં અંડરવર્લ્ડ દ્વારા ખંડણી માગવાનો કિસ્સો સામે આવ્યો, 2ની ધરપકડ

એક સમયે સુરતમાંથી અન્ડરવર્લ્ડનો સફાયો કરવામાં આવ્યો હતો, જોકે પોલીસની પકડ ઢીલી થતાં જ ફરી એક વાર અંડરવલ્ડના ગુનેગારોએ ખંડણી માંગવાનું શરૂ કર્યું છે. જેમાં છોટારાજન ગેંગનો સાગરિત મૃતક ઓ. પી. સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતોએ બિલ્ડરને ખંડણી માંગી હતી, જેમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અનિલ કાઠી ગેંગના બે શખ્સની ધરપકડ કરી છે. 
 

સુરતમાં અંડરવર્લ્ડ દ્વારા ખંડણી માગવાનો કિસ્સો સામે આવ્યો, 2ની ધરપકડ

તેજશ મોદી/સુરત: એક સમયે સુરતમાંથી અન્ડરવર્લ્ડનો સફાયો કરવામાં આવ્યો હતો, જોકે પોલીસની પકડ ઢીલી થતાં જ ફરી એક વાર અંડરવલ્ડના ગુનેગારોએ ખંડણી માંગવાનું શરૂ કર્યું છે. જેમાં છોટારાજન ગેંગનો સાગરિત મૃતક ઓ. પી. સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતોએ બિલ્ડરને ખંડણી માંગી હતી, જેમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અનિલ કાઠી ગેંગના બે શખ્સની ધરપકડ કરી છે. 

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા હિરા-પન્ના શોપિંગ સેન્ટરમાં બિલ્ડર ઓફિસની ધરાવતા નેહલ અનિલને 25મી તારીખે ધર્મેન્દ્ર, અનિલ અને તેના સાગરીતોએ ધમકી આપી હતી. બિલ્ડર નેહલ ઓફિસમાં નહીં મળતા અનિલ કાઠીએ ફોન કરીને 10 લાખની ખંડણી માગી હતી. નેહલે શા માટે રૂપિયા આપવાના એવુ પૂછતાં ખંડણીખોરે જણાવ્યું કે તારે રૂપિયા આપવા પડશે, નહિ આપે તો તને મારી નાંખીશ. જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતો સાથે આવતો જતો અને ઓફિસમાંથી જ ફોન પર ધમકી આપતા કેદ થઈ ગયા હતાં.

બનાસકાંઠા: પવિત્ર ભૂમી ગણી સ્મશાનમાં ભજન, કિર્તન અને ભોજનનું અનોખું આયોજન

ક્રાઇમ બ્રાન્ચે અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીના સાગરીતો પૈકી સાકીર ઉર્ફે ભાણો આરીફભાઇ મેમણ તથા વસીમ ઉર્ફે ભાણો બશીરભાઇ સાહમદારને સચીન સાતવલ્લા બ્રીજ પાસેથી ઝડપી પડ્યા હતાં. પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી સાકીર ઉર્ફે ભાણો આરીફભાઇ મેમણ ધંધુકા પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં તેમજ બોટાદ અને બરવાળામાં મારામારી અને નડિયાદ તથા માતરમાં દારૂના ગુનામાં પકડાયો હતો. તેમજ આરોપી વસીમ ઉર્ફે ભાણો બશીરભાઇ સાહમદારનો જામનગર, કાલાવડ માં દારૂ પીવાના ગુનામાં પકડાય ચુક્યો છે.

રાજ્યમાં વરસાદને કારણે ખેલૈયા નિરાશ, રાજપથ-કર્ણાવતીએ ગરબા કર્યા Cancel

મહત્વનું છે કે ધર્મેન્દ્ર પંજાબીના સાળા અને છોટા રાજન માટે કામ કરતા ઓ.પી.સીંગની નાસિક જેલમાં હત્યા થઈ હતી. અગાઉ ધર્મેન્દ્ર પંજાબીએ 1999માં સુરતના લાકડાના વેપારી દામોદર કચ્છીની પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. ઉમરા પોલીસમાં 1999માં પાર્લે પોઇન્ટમાં દુકાન પચાવી પાડવામાં પણ ગુનો નોંધાયો હતો. હંસરાજ ગ્રોવરને પંજાબી અને છોટારાજને ધમકી આપી હતી. ત્યાર બાદ હંસરાજ ગ્રોવરનું મર્ડર કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્ર હાલ મુંબઈમાં બાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધનરાજ નથવાણીની કરાઈ પસંદગી

બીજી તરફ સુરતમાં રહેતો અનિલ કાઠી પણ કુખ્યાત છે અનિલ સામે 10થી વધુ ગુના સુરત પોલીસના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા છે. અગાઉ જુલાઇ મહિનામાં એક યુવક પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. અનિલ કાઠીને કારણે એક યુવકે આપઘાતની કોશિષ કરી હતી. 10 વર્ષમાં અનિલ કાઠીને 4 વખત પાસામાં તેમજ બે વાર તડીપાર કરાયો છે. અન્ડરવલ્ડ ફરી સક્રિય થતાં શહેર પોલીસે મુખ્ય સુત્રધાર આરોપીઓ અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી તેમજ અન્ય આરોપીઓને સાગરીતોને ઝડપી પાડવા દોડધામ શરૂ કરી છે.

જુઓ Live TV:-

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news