મનુ ભાકરે ભલે અપાવ્યો બ્રોન્ઝ, પરંતુ ગુજરાતનો આ પૂજારી જીતી લાવ્યો ગોલ્ડ મેડલ
સુરતમાં એક 50 વર્ષીય હનુમાન પૂજારી એવા છે જેમને ખભામાં ઇનજરી થઇ હોવા છતાં કઝાકિસ્તાનમાં આયોજિત 11 મુ વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન બેંચ ચેમ્પિયનશિપમાં માં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો છે.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ અત્યાર સુધી મંદિરના પૂજારી ને તમે ભગવનની પૂજા અર્ચના કરતા જોયા અને સાંભળ્યા પણ હશે. પરંતુ સુરતમાં એક એવા પૂજારી છે જેઓ હનુમાન ભક્ત તો છે પરતું સાથે સ્ટ્રેન્થલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલીસ્ટ પણ છે. સુરત શહેરમાં વર્ષો જૂના રોકડીયા હનુમાનજી મંદિરના પૂજારી વંદન વ્યાસે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. 50 વર્ષીય આ પૂજારીએ ખભામાં સર્જરી કરવામાં આવી હતી. તબીબ દ્વારા તેમને વજન ઉચકવાની ના પાડી હતી. તેમ છતાં મક્કમ મનોબળ રાખી તેમને કઝાકિસ્તાન ખાતે આયોજિત સ્ટ્રેન્થલિફ્ટિંગમાં ભાગ લીધો હતો. જ્યાં તેમને પ્રતિસ્પર્ધી ને હરાવી ગોલ્ડ અને બેન્ચ પ્રેસમાં સિલ્વર મેડલ જીત્યો છે.
સુરતના પૂજારીએ કઝાકિસ્તાનમાં કરી કમાલઃ
સુરતમાં હનુમાન મંદિરના પૂજારીએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો. કઝાકિસ્તાનમાં આયોજિત 11મા વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન બેંચ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો... ખભામાં ઈન્જરી થઈ હોવા છતાં 50 વર્ષીયની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી. સખત મહેનત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. સુરતમાં વર્ષો જૂના રોકડિયા હનુમાનજી મંદિરના પૂજારી વંદન વ્યાસે આ સિદ્ધિ મેળવી છે.
ડોક્ટરે વોર્નિંગ આપેલી છતાં જીલ્યો પડકારઃ
મહત્ત્વનું છેકે, તબીબે તેમને વજન ઉંચકવાની ના પાડી હોવા છતાં મક્કમ મનોબળ સાથે તમને મહેનત કરી. મંદિરનું કામકાજ પતાવીને રોજ 4 કલાક વેઈટલિફ્ટિંગની જીમમાં પ્રેક્ટિસ કરે છે... આ પહેલાં પણ હૈદરાબાદમાં 10મી વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ એન્ડ ઈન્કલાઈન બેન્ચ પ્રેસ ચેમ્પિયનશીપમાં માસ્ટર-2 કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે ગોલ્ડ મેડલ અને બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેળવી ચૂક્યા છે. ત્યારે હાલ ફરી કઝાકિસ્તાનમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ દેશ માટે વધુ એક ગોલ્ડ મેડલ મેળવ્યો.
સુરતમાં એક 50 વર્ષીય હનુમાન પૂજારી એવા છે જેમને ખભામાં ઇનજરી થઇ હોવા છતાં કઝાકિસ્તાનમાં આયોજિત 11 મુ વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન બેંચ ચેમ્પિયનશિપમાં માં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો છે. ખભામાં પર ઇંજરી હોવાથી તેઓએ સર્જરી કરાવી હોવાથી ડૉક્ટરે વજન ઉચકવાની ના કહી હોવા છતાં તેમણે સખત મહેનત કરી અને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવ્યું છે
પૂજારી વંદન વ્યાસનો પરિવાર 400 વર્ષથી આ મંદિરમાં પૂજારી તરીકે સેવા કરે છે. 50 વર્ષીય વંદન વ્યાસ આ મંદિરમાં પૂજાવિધિના કામકાજ પતાવ્યા બાદ રોજેરોજ 4 કલાક વેટલિફ્ટિંગની જીમ માં પ્રેકટિસ કરે છે. શહેરની જ એક જીમ 'જીમનેશન'માં સતત 3 મહિના સુધી ફિટનેશ કોચીસ પ્રદીપ મોરે અને જીતેશ જાવરે પાસેથી તેમણે લિફ્ટિંગની ટ્રેનિંગ મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે.તેઓ અગાઉ હૈદરાબાદમાં 10મી વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ એન્ડ ઈન્કલાઈન બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં માસ્ટર-2(76 કિલો) કેટેગરીમાં ભાગ લીધો હતો.આ ચેમ્પિયનશિપમાં ભારતના ગુજરાત સિવાય અનેક રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.જેમાં તેમને ગોલ્ડ મેડલ અને બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવી ચૂક્યા છે. વાત જાણે એમ છે કે વંદન વ્યાસ ઉદેયપુઆ થયેલી ચેમ્પિયનશિપ માં ભાગ લીધો હતો. જ્યાં તેમના ખભાના ભાગે ઇજા પહોંચી હતી. જેથી તબીબી સલાહ બાદ 7 મહિના અગાઉ તેમને પોતાના ખભાની સર્જરી કરાવી હતી.
સર્જરી બાદ તબીબે તેમને ભારે વજન ઉચકવાની ના પાડી હતી. તેમછતાં મક્કમ મનોબળ વચ્ચે વંદન વ્યાસે પોતાની પ્રેક્ટિસ સાથે મહેનત શરૂ રાખી હતી અને આખરે તેમને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. વંદન વ્યાસ આ સિદ્ધિનો શ્રેય હનુમાનજી ભગવાનને આપે છે. હાલ પણ તેમની ફિઝીયોથેરપી ચાલી રહી છે તેમ છતાં કઝાકિસ્તાનમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેઓએ ભાગ લઇ દેશ માટે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ઝી 24 કલાક સાથે પૂજારી વંદન વ્યાસે જણાવ્યું હતું કે, કઝાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી. જેની અંદર તેમને ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો છે. ઈનક્લાઈન બેંચમાં ગોલ્ડ મેડલ, સ્ટેન્ડ 15 માં સિલ્વર મેડલ મળ્યું છે. કઝાકીસ્તાન ના જ પ્રતિસ્પર્ધીને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યું છે. સિલ્વર મેડલમાં પણ કઝાકિસ્તાનના જ હરીફને હરાવ્યું છે. જેની અંદર 9 દેશ માંથી આશરે 190 ખેલાડીઓ હતા. વધુમાં જણાવ્યું હતું કે,તેઓ રોજ સવારે મંદિરમાં હનુમાનજી મંદિરમાં પ્રભુની પૂજા અર્ચના કરે છે ત્યારબાદ અન્ય જગ્યાએ પૂજા વિધિના કાર્યક્રમમાં પણ ભાગ લેવા જાય છે. ત્યારબાદ સાંજે જીમમાં જઈને 3 થી 4 કલાક પ્રેક્ટિસ તેઓ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે