હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ જીવવા સુરતનું કપલ બન્યું ડ્રગ ડીલર, પોલીસે પકડી પાડ્યા
Surat Drugs Case : સુરત પોલીસે મેફડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવનાર પતિ-પત્નિને ઝડપી પાડ્યા... અયુબખાન ઉર્ફે અયુબબાપુ રસીદખાન પઠાણ અને પત્ની ફરઝાનાબીબીની ધરપકડ કરાઈ... અન્ય બે વોન્ટેડ જાહેર કરાયા
Trending Photos
Surat News : સુરતના રાંદેરનું દંપતી હાઈપ્રોફાઈલ જીવનશૈલી જીવવા માટે ડ્રગ્સનો વેપાર કરતું હતું. રાંદેર પોલીસે દંપતીની ધરપકડ કરી છે. તેમજ એક મહિલા સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. આ દંપતી ડ્રગ્સ લાવી વેચવા માટે કારમાં અવાવરૂ જગ્યાને ટાર્ગેટ કરતા હતા. તેમની પાસેથી 12.89 મેફેડ્રેન અને રોકડ રૂપિયા મળી 1.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ દંપતી વૈભવી લાઈફ જીવવા ડ્રગ્સ વેચતુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં હાઈપ્રોફાઈલ જીવનશૈલી જીવવવા માટે એમડી ડ્રગ્સનો વેપલો કરવાના ઈરાદે ડ્રગ્સનો જથ્થો લાવનાર રાંદેરના પતિ-પત્નીને ૧.૨૮ લાખના ડ્રગ્સના જથ્થા સાથે રાંદેર પોલીસે ઝડપી પાડ્યા હતા. રાંદેર પોલીસ એક મહિલા સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરી કુલ ૧.૯૯ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાંદેર તાડવાડી ગોમતીનગર મ.નં-બી/૨૨ ખાતે અયુબખાન પઠાણ તથા તેની પત્ની ફરઝાના પઠાણ એમ.ડી. ડ્રગ્સ વેચવા માટે લાવે છે.
પોલીસે બાતમીના આધારે રેઈડ કરીને આરોપી ગેરેજમાં કામ કરતા અયુબખાન ઉર્ફે અયુબબાપુ રસીદખાન પઠાણ અને તેની પત્ની ફરઝાનાબીબી ની ધરપકડ કરી હતી. દંપતિ ડ્રગ્સનો જથ્થો દિલીપ ઉર્ફે ટક્લો અને જુબેદાખાતુન મેમણ (જે રહે. મીરા રોડ મુંબઈ) ની પાસેથી લાવતા હતા. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. ડ્રગ્સનો વેપલો કરવામાં મદદ કરનાર સહ આરોપી તબસુમ ઉર્ફે ઝોયા તાહિર દિવાન ને પણ વોન્ટેડ જાહેર કરાયો છે.
દંપતિ પાસેથી ૧.૨૮ લાખનું ૧૨.૮૯ ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા ૨ હજાર, પાંચ મોબાઈલ ફોન તથા આરોપીના આધારકાર્ડ, ચુંટણીકાર્ડ અનો વાહનોના પુરાવા સહિત કુલ ૧.૯૯ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપી દંપતિની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દંપતિ તથા વોન્ટેડ મહિલા આરોપી તબસુમ ઉર્ફે તબસુમ ઉર્ફે ઝોયા તાહિર દિવાન હાઈપ્રોફાઈલ જીવનશૈલી જીવવવા માટે મુંબઈના વોન્ટેડ આરોપીઓ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવતા હતા. અને પોતાના ઘરે સંતાડી રાખતા હતા. તેમાંથી અમુક જથ્થો લઈ પોતાની ફોર વ્હીલ ગાડી મારફતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી અવાવરૂ જગ્યાઓને ટાર્ગેટ બનાવી ડ્રગ્સનો વેપલો કરતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે