સુરત DEOનો નવતર પ્રયોગ: મુલાકાતીઓ મોબાઈલમાં કયુઆર કોડ સ્કેન કરીને વાંચી શકે છે પુસ્તકો

સુરત જિલ્લા શીક્ષણાધીકરીની કચેરી ખાતે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ડીઈઓની કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો કામ અર્થે આવતા હોય છે અને લોકોને અહી ઘણો સમય પણ પસાર કરવો પડતો હોય છે..

 સુરત DEOનો નવતર પ્રયોગ: મુલાકાતીઓ મોબાઈલમાં કયુઆર કોડ સ્કેન કરીને વાંચી શકે છે પુસ્તકો

ચેતન પટેલ/સુરત: વ્યક્તિના જીવનમાં જ્ઞાન ખુબ જ મહત્વનું હોય છે. જ્ઞાન હોય તો વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિને જીતી શકે છે ત્યારે સુરતમાં જિલ્લા શિક્ષણાધીકરીની કચેરી ખાતે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ડીઈઓ કચેરી ખાતે ઈ લાયબ્રેરી શરુ કરવામાં આવી છે. જ્યાં મુલાકાતીઓ મોબાઈલમાં કયુઆર કોડ સ્કેન કરીને પુસ્તકો વાંચી શકે છે. 

સુરત જિલ્લા શીક્ષણાધીકરીની કચેરી ખાતે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ડીઈઓની કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો કામ અર્થે આવતા હોય છે અને લોકોને અહી ઘણો સમય પણ પસાર કરવો પડતો હોય છે ત્યારે અહી આવનાર મુલાકાતીઓ માટે એક ખાસ ઈ લાયબ્રેરી બનાવવામાં આવી છે. અહી ચેમ્બર પાસે વિવિધ પુસ્તકોના કયુઆર કોડ લગાડવામાં આવ્યા છે આ કયુઆર કોડ મોબાઈલમાં સ્કેન કરીને વ્યક્તિ પુસ્તકો વાંચી શકે છે જેથી મુલાકાતીઓનો સમય પણ પસાર થાય અને તેના જ્ઞાનમાં પણ વધારો થાય. 

અહી દીવાલ પર હાલમાં ચિંતા મુક્ત મન અને રોગ મુક્ત શરીર, જીવન જીવવાની કળા, આળસને અલવિદા કહો, મારી હક્કિત, ગુજરાતનો ઈતિહાસ, ગુજરાતની લોક સંસ્કૃતિ જેવા વિવિધ વિષયોની ૬૩ બુક્સના કયુઆર કોડ અહી લગાડવામાં આવ્યા છે. આવનાર સમયમાં વધુ લોક ઉપયોગી નીવડે તેવી બુક્સના કયુઆર કોડ પણ અહી લગાડવામાં આવશે જેથી મુલાકાતીઓ અહી આવે ત્યારે તેઓનો સમય આ પુસ્તકો વાંચવામાં વ્યતીત થાય અને તેઓને જ્ઞાન પણ મળે. 

જિલ્લા શિક્ષણાધીકારી દીપક દરજીએ જણાવ્યું હતું કે જે જિલ્લા શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ લીધો ત્યારથી મેં જોયું કે ઘણા મુલાકાતીઓ ડીઈઓ કચેરી ખાતે આવે છે અને ઘણો સમય પસાર કરે છે. આ જોતા મુલાકાતીઓનો સમય પણ પસાર થાય અને તેના જ્ઞાનમાં પણ વધારો થાય તે માટે દીવાલ પર ઉપયોગી એવી ૬૩ જેટલી બુક્સના કયુઆર કોડ લગાવ્યા છે. 

દરેક વ્યક્તિ પાસે હવે મોબાઈલ ફોન હોય જ છે જેથી વ્યક્તિ અહી આવે ત્યારે મોબાઈલમાં કયુઆર કોડ સ્કેન કરીને પોતાના જોડે આખી બુક્સ લઇ શકે છે અને વાંચી શકે છે. જેથી મુલાકાતીઓનો સમય પણ વ્યતીત થાય છે તેમજ તેના જ્ઞાનમાં પણ વધારો થાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ૬૩ બુક્સ છે અને આગામી સમયમાં વધુ બુક્સના પણ કયુંઆર લગાડવામાં આવશે. જેથી લોકોને વધુ જાણકારી અને માહિતી મળી રહે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news