સરકારની મંજૂરી છતા ઉદ્યોગ ચાલુ નહી કરવાનો સુરત ડાયમંડ એસોસિએશનનો નિર્ણય

સરકાર દ્વારા આજથી અનેક ઉદ્યોગોને છૂટ આપવાની શરૂઆત કરાઈ છે. સુરતનો હીરા ઉદ્યોગ આ છૂટનો ઉપયોગ નહીં કરે અને તેઓ લોકડાઉનનો અમલ રહે ત્યાં સુધી ઉદ્યોગો શરૂ નહી કરે એવો નિર્ણય લીધો છે. જેનું મુખ્ય કારણ જો ઉદ્યોગો શરૂ કરવામાં આવશે તો તેમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તેથી હીરા ઉદ્યોગોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
સરકારની મંજૂરી છતા ઉદ્યોગ ચાલુ નહી કરવાનો સુરત ડાયમંડ એસોસિએશનનો નિર્ણય

સુરત : સરકાર દ્વારા આજથી અનેક ઉદ્યોગોને છૂટ આપવાની શરૂઆત કરાઈ છે. સુરતનો હીરા ઉદ્યોગ આ છૂટનો ઉપયોગ નહીં કરે અને તેઓ લોકડાઉનનો અમલ રહે ત્યાં સુધી ઉદ્યોગો શરૂ નહી કરે એવો નિર્ણય લીધો છે. જેનું મુખ્ય કારણ જો ઉદ્યોગો શરૂ કરવામાં આવશે તો તેમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તેથી હીરા ઉદ્યોગોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

હાલ દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરોનાનો કહેર છે. ત્યારે સુરતમાં હીરા ઉદ્યોગો બંધ છે. વિશ્વમાં તૈયાર થતા હીરાના 80 ટકા પોલિશ્ડ ડાયમંડ સુરતમાં તૈયાર થયા છે. લોકડાઉનને પગલે 23 માર્ચથી તમામ હીરાના ઉદ્યોગોને બંધ કરી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા હાલમાં ગ્રીન ઝોનમાં ઉદ્યોગો શરૂ કરવા માટેની તૈયારી કરી દેવામાં આવી છે. તેવામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સેંકડો લોકોને પણ ઉદ્યોગ શરૂ થાય તેવી આશા હતી.

જો કે સૌથી મહત્વનું છે કે, હીરામાં એક જ ટેબલ ચાર જણા એક સાથે બેસીને હીરાને ઘસતા હોય છે તેવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે શક્ય નહી હોવાનાં કારણે ઉદ્યોગ હાલ પુરતો બંધ જ રાખવાનો સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણયનાં કારણે સેંકડો રત્નકલાકારોની સ્થિતી વણસે તેવી સ્થિચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાયમંડ ઉદ્યોગ કોરોના પહેલાથી જ મંદીનો સામનો કરી રહ્યું હતું. તેવામાં આ લોકડાઉન પડતા પર પાટુ જેવી સ્થિતી થઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news