સાચવજો! ગુજરાતમાં સોશ્યિલ મીડિયાના ફોટા બની ગયા પુરાવો, કોર્ટનો પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ
Surat Family Court: સુરતની ફેમિલી કોર્ટમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં સોશિયલ મીડિયાના ફોટાના આધારે પતિને ભરણપોષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે પતિની જેમ પત્નીને પણ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ મુજબ જીવવાનો અધિકાર છે.
Trending Photos
Surat Family Court: સુરતની ફેમિલી કોર્ટે સોશિયલ મીડિયાના ફોટાને હાઈ લાઈફસ્ટાઈલના પુરાવા તરીકે ધ્યાનમાં લઈને છૂટાછેડાના કેસમાં મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે પત્ની અને પુત્રીને સમાન જીવનધોરણનો અધિકાર છે, તેથી પતિએ ભરણપોષણ ચૂકવવું પડશે.
સુરતની ફેમિલી કોર્ટમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં સોશિયલ મીડિયાના ફોટાના આધારે પતિને ભરણપોષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે પતિની જેમ પત્નીને પણ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ મુજબ જીવવાનો અધિકાર છે. કોર્ટે પતિને પત્ની અને પુત્રીને ભરણપોષણ તરીકે દર મહિને 15,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
પતિની છૂટાછેડાની અરજી પર સુનાવણી દરમિયાન પત્નીએ કોર્ટમાં અરજી દાખલ કરી હિંદુ મેરેજ એક્ટ હેઠળ પોતાનું અને તેની પુત્રીના ભરણપોષણ ચૂકવવું જોઈએ. પત્નીની તરફેણમાં ચૂકાદો આવતાં છૂટાછેડા મેળવવાની પતિની મનશા નિષ્ફળ ગઈ છે.
પતિએ છૂટાછેડાનો કેસ કર્યો
સુરત કોર્ટના એડવોકેટના જણાવ્યા અનુસાર, સરથાણાની રહેવાસી આશા (નામ બદલેલ છે)ના લગ્ન અમરોલીના રહેવાસી મહેશ (અલગ નામ) સાથે વર્ષ 2017માં થયા હતા. તેઓને ત્રણ વર્ષની પુત્રી છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્ની તેની પુત્રી સાથે પિયર ચાલી ગઈ હતી. આ પછી પતિએ પત્નીના વર્તનના આધારે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.
ફેમિલી કોર્ટમાં મૂળ પિટિશનની સુનાવણી દરમિયાન પત્નીએ એડવોકેટ મારફત પતિ વિરૂદ્ધ કોર્ટમાં અરજી કરી હિંદુ મેરેજ એક્ટ હેઠળ પોતાનું અને પુત્રીનું ભરણપોષણ કરવા દાદ માગી હતી. જેમાં પત્નીએ પતિના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હાજર ફોટોગ્રાફ રજૂ કર્યા હતા.
દુબઈ ટ્રીપનો ફોટો સાબિતી બન્યો
વકીલ દ્વારા સુનાવણી દરમિયાન પત્નીએ પતિની આવક સાબિત કરવા માટે તેની ઉચ્ચ જીવનશૈલીના સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા. જેમાં પતિના દુબઈ પ્રવાસના ફોટા પણ સામેલ હતા. કોર્ટમાં અંતિમ સુનાવણીમાં ન્યાયાધીશે કહ્યું કે અરજદાર દ્વારા રજૂ કરાયેલી તસવીરો જોઈને પતિની હાઈ લાઈફ સ્ટાઈલની ખબર પડે છે.
કોર્ટે કહ્યું કે જે પ્રકારનું જીવન પતિનું છે. પત્ની અને પુત્રીને પણ એ જે પ્રકારનું જીવન જીવવાનો અધિકાર છે. કોર્ટે પતિના જીવનધોરણને ધ્યાનમાં રાખીને પત્નીની અરજી સ્વીકારી હતી. આ સાથે કોર્ટે પત્નીને મહિને 10,000 રૂપિયા અને દીકરીને 5,000 રૂપિયા આપવાનો આદેશ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે