SURAT: હોટલ-રેસ્ટોરન્ટ ખુલતાની સાથે જ ફાયર વિભાગે ચાંદલો કર્યો, 14 હોટલ સીલ
Trending Photos
સુરત : શહેરમાં અપૂરતી સુવિધાઓ ધરાવતા કેટલાક એકમો પર ફાયર વિભાગે લાલ આંખ કરી છે. ફાયર વિભાગની કડક કાર્યવાહી યથાવત રહી છે. ફાયર વિભાગે ૧૦ જુનના રોજ ૧ હોસ્પિટલ, ૧૪ હોટેલ અને ૩ કોમર્શીયલ એકમો મળી કુલ ૧૮ એકમોમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરની કડક કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
સુરતમાં ભૂતકાળમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. થોડા દિવસો પહેલા સુરતના લાલ દરવાજા ખાતે આવેલી હોસ્પિટલમાં પણ આગ લાગવાની ઘટનાઓ બની હતી. જેને લઈને ફાયર વિભાગ એકશનમાં જોવા મળી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા સુરતમાં અલગ અલગ ટીમ બનાવી સર્વે કરવામાં આવી રહ્યો છે.
અપૂરતી ફાયર સુવિધા સામે આવતા નોટીસ આપવામાં આવી રહી છે. એટલું જ નહી નોટીસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવી રહ્યું છે. ત્યારે ૧૦ જુનના રોજ ફાયર વિભાગે ૧ હોસ્પિટલ, ૧૪ હોટેલ અને ૩ કોમર્શીયલ એકમો મળી કુલ ૧૮ એકમોમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલ 11 જૂન 2021થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે. તેવામાં હોટલો ખુલતાની સાથે જ સિલિંગ કામગીરી ચાલુ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
શું શું સીલ કરાયું ?
નોર્થ ઝોન
હોટલ સતલજ, 01, ગાયત્રી ચેમ્બર્સ ,આયુર્વેદિક કોલેજ પાછળ, સુમુલ ડેરી રોડ ,સુરત
સેન્ટ્રલ ઝોન
શંકર ગુજરાતી થાળી, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત
શેરે પંજાબ, ઓમકાર ચેમ્બર્સ, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત
અમર ગેસ્ટ હાઉસ, રેલ્વે ગરનાળા પાસે, સબરસ હોટલ ની બાજુમાં, સ્ટેશન,સુરત
હોટલ સન્માન, સવેરા ની બાજુમાં, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત
રૂપાળી ગેસ્ટ હાઉસ, રેલ્વે ગરનાળા પાસે, સબરસ હોટલ ની બાજુમાં, સ્ટેશન,સુરત
રાજ પુરોહિત થાળી, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત
કિંગ્સ હેરીટેજ હોટલ, લાલ દરવાજા ,સુરત
હોટલ ડીમ્પલ, લાલ દરવાજા ,સુરત
હોટલ આકાશ, ડૉ પરમ હાઉસ પાસે ,લાલ દરવાજા,સુરત
રાંદેર ઝોન
જય ચામુંડા હોટલ, ઈચ્છાપોર, સુરત
ક્રિષ્ના રેસ્ટોરન્ટ, ઈચ્છાપોર,સુરત
ઉડીપી રેસ્ટોરન્ટ, ઉધના ત્રણ રસ્તા ,ઉધના,સુરત
વરાછા ઝોન-બી
જન્નત સ્ક્વેર કોમ્પ્લેક્ષ,રંગોળી ચોકડી વેલંજા, સુરત, જેમાં આવેલ 20 દુકાનો સીલ કરવામાં આવેલ.
ઓરેકલ હોસ્પિટલ ,જન્નત સ્ક્વેર,રંગોળી ચોકડી વેલંજા, સુરત
ગણેશ રેસ્ટોરેન્ટ, જન્નત સ્ક્વેર,રંગોળી ચોકડી વેલંજા, સુરત
અઠવા ઝોન
કેનાલ વોક શોપર્સ, કેનાલ રોડ, વેસુ સુરત, જેમાં આવેલ 60 દુકાનો સીલ કરવામાં આવેલ.
મેરી ગોલ્ડ બેન્કવેટ, કેનાલ વોક શોપર્સ, કેનાલ રોડ, વેસુ, સુરત, જેમાં આવેલ 14 રૂમો કરવામાં આવેલ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે