Vi ના આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા, કોલિંગની સુવિધા, સાથે ફ્રીમાં જોઈ શકશો IPL મેચ

વોડાફોન-આઇડિયા પોતાના કેટલાક પ્રીપેડ પ્લાન્સમાં દરરોજ 3જીબી ડેટાની સાથે 48 જીબી સુધી એક્સ્ટ્રા ડેટા ઓફર કરી કરી છે. આ સાથે પ્લાનમાં ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 

Vi ના આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા, કોલિંગની સુવિધા, સાથે ફ્રીમાં જોઈ શકશો IPL મેચ

નવી દિલ્હીઃ વોડાફોન-આઈડિયા (Vi) ની પાસે પ્રીપેડ પ્લાન્સનું લાંબુ લિસ્ટ છે. આ પ્લાનમાં કંપની બેસ્ટ ડેટા બેનિફિટની સાથે ફ્રી કોલિંગ અને બીજા વધારાના બેનિફિટ્સ આપી રહી છે. જો તમે પણ Vi યૂઝર છો અને તમારા માટે શાનદાર ડેટા તથા કોલિંગવાળો પ્લાન શોધી રહ્યાં છો તો અમે તમારી મદદ કરીશું. અહીં અમે તમને વોડાફોન-આઈડિયાના કેટલાક બેસ્ટ પ્લાન વિશે વાત કરી રહ્યાં છીએ, જેમાં દરરોજ 3જીબી ડેટાની સાથે 48જીબી સુધી એક્સ્ટ્રા ડેટા મળે છે. એટલું જ નહીં આ પ્લાનમાં કંપની ફ્રી કોલિંગ અને ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપી રહી છે. 

801 રૂપિયાવાળો પ્લાન
84 દિવસની વેલિડિટી સાથે આવનાર વોડાફોન-આઇડિયાના આ પ્રીપેડ પ્લાનમાં તમને દરરોજ 3 જીબી ડેટા મળશે. પ્લાનની ખાસિયત છે કે કંપની તેમાં ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન (એક વર્ષ માટે) ની સાથે યૂઝર્સને 48જીબી વધારાનો ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. 100 એસએમએસ પણ ફ્રી મળી રહ્યાં છે. 

601 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનમાં કંપની એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટાર VIP ના ફ્રી સબ્સક્રિપ્શનની સાથે 32જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. 56 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. વીકેન્ડ ડેટા રોલઓવર બેનિફિટથી લેસ આ પેકમાં તમને રાત્રે 12થી સવારે 6 સુધી બિંજ ઓલ નાઇટ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. 

401 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં દરરોજ 3જીબી ડેટાની સાથે 16જીબી ડેટા એક્સ્ટ્રા મળે છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને કંપની દરરોજ અનલિમિટેડ કોલિંગ અને 100 ફ્રી એસએમએસ ઓફર કરી રહી છે. બાકી પ્લાનની જેમ આમાં પણ 1 વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટાર VIP નું ફ્રી સબ્સક્રિપ્શન ઓફર કરવામાં આવી રહ્યું છે. આ સિવાય પ્લાનમાં વીકેન્ડ ડેટા રોલઓવર પણ મળે છે. મહત્વનું છે કે વોડાફોનના આ ત્રણેય પ્લાન Vi Movies & TV નું ફ્રી સબ્સક્રિપ્શન પણ ઓફર કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news