આ રીતે ગણિત શીખવાડાય તો દાખલા સડસડાટ આવી જાય, સુરતની શાળાનો જોરદાર પ્રોજેક્ટ
Learn Maths With Music : સુરતના સર વી.ટી.ડી ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યા મનીષા મહિડા દ્વારા એક ખાસ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ એવા વિદ્યાર્થીઓ માટે તૈયાર કર્યો છે, જે ગણિત વિષયને લઈને મૂંઝવણમાં હોય છે અથવા તો ભયમાં હોય છે
Trending Photos
Learn Maths With Music ચેતન પટેલ/સુરત : જ્ઞાન જો મનોરંજન થકી આપવામાં આવે તો તે યાદ રહી જાય છે તેવું અસંખ્યવાર પુરવાર થયું છે. તેથી જ અનેક શિક્ષકો ભણાવવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવતા હોય છે. આજકાલ આવા વીડિયો પણ વાયરલ થયા છે, અને આવા શિક્ષકોના વખાણ થાય છે. ત્યારે સુરતમાં એક શાળા એવી છે, જ્યાં ગીત સંગીત દ્વારા ગણિત શીખવાડવામાં આવે છે. સામાન્ય રીતે આ દ્રશ્યો જોઈને આપને લાગશે કે ક્લાસમાં ગીત અને સંગીતનો વિષય ચાલી રહ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ ગીત કે સંગીતનો નહિ, પરંતુ ગણિત શીખવા માટેનો વિષય છે, તો ચોક્કસથી તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. પરંતુ એકવાર સાંભળી લો કે કઈ રીતે વિદ્યાર્થીઓ નૃત્ય અને ગીતના સંગીતના માધ્યમથી ગણિતના કઠિન ચિહ્નો સહેલાઈથી શીખી રહ્યા છે.
વિદ્યાર્થીઓમાં ગણિત વિષયને લઈને એક ફોબિયા જોવા મળતો હોય છે. ગણિતના સવાલોમાં તેમને મૂંઝવણ પણ થતી હોય છે અને મોટાભાગે જોવા મળે છે કે વિદ્યાર્થીઓના માર્ક્સ પણ ગણિતમાં ઓછા આવે છે. પરંતુ ગણિત પ્રત્યે જે તેમનો ભય કાઢવા માટે સુરતના સર વી.ટી.ડી ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યા મનીષા મહિડાએ ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેના થકી હવે વિદ્યાર્થીઓ નૃત્ય અને ગીતના માધ્યમથી ગણિત શીખી રહ્યાં છે. આ માટે ખાસ ગીત પણ તૈયાર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :
સુરતના સર વી.ટી.ડી ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યા મનીષા મહિડા દ્વારા એક ખાસ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં યોજવામાં આવનાર રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં પસંદગી થઈ છે. આ પ્રોજેક્ટ આચાર્યા મનીષાએ એવા વિદ્યાર્થીઓ માટે તૈયાર કર્યું છે, જે ગણિત વિષયને લઈને મૂંઝવણમાં હોય છે અથવા તો ભયમાં હોય છે.
આચાર્યા મનીષા મહીડા કહે છે કે, જ્યારે વાત ગણિતની આવે ત્યારે વિદ્યાર્થીઓ તેના ચિન્હોને લઈ ગેરસમજમાં મુકાઈ જતા હોય છે. તેમની ગેરસમજને જોતા અમે ધોરણ 9 અને 10 ની વિદ્યાર્થીઓને આવરી લઈ આવો ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓ નૃત્ય અને ગીતના માધ્યમથી ખૂબ જ સહેલાઈથી ગણિત સમજી શકશે.
આ પ્રયોગ માટે પહેલા આચાર્યા મનીષાએ વિદ્યાર્થીઓને 28 દિવસમાં ગીતનો પુનરાવર્તન કરાવ્યું હતું અને ત્યારબાદ જ્યારે પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે પરિણામમાં 59.44 ટકાનો સુધારો પણ જોવા મળ્યો હતો. 1400 માંથી 1332 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ 33 ટકા વધુ જોવા મળ્યું હતું. આચાર્યા મનીષાના મોડલના કારણે પરિણામમાં 45.6 ટકા નો નૃત્ય ગીતનો ઉપયોગ પછી વધારાના 13.84 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે