ડામાડોળ સ્થિતિ વચ્ચે સુરત કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીનો ઓડિયો વાયરલ
Trending Photos
- સુરતમાં કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ બની, આ વચ્ચે દિગ્ગજ નેતા તુષાર ચૌધરી અને કાર્યકર વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ
- ઓડિયોમાં તુષાચ ચૌધરીએ કહ્યું, નિલેશ કુંભાણીને કપાવવો હોય તો તમે વાત કરો અને એમાં બીજું નામ આપવું હોય તો આપો
ચેતન પટેલ/સુરત :ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત થતા જ સુરતનો માહોલ રસાકસભર્યો બન્યો છે. પાસ અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ હજી શમ્યો નથી. આ વચ્ચે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીનો ઑડિયો વાયરલ થયો છે. જેમાં નિલેશ કુંભાણીની ટિકિટ કાપવા માટે વાત થઈ હોવાનું સામે આવ્યું છે. નિલેશભાઈ ડખો કરતા હોવાથી ટિકિટ કપાઈ હોવાની ઑડિયોમાં વાત થઈ હોવાનું સામે આવ્યું છે.
એક તરફ કોંગ્રેસની જે પરિસ્થિતિ ડામાડોળ થઈ છે તેમાં આ ઓડિયો વાયરલ થયો છે. કાર્યકરે તુષાર ચૌધરી વચ્ચેની આ વાતચીત છે. પાટીદાર ઉમેદવાર નિલેશ કુંભાણીએ PAASને છોડી કોંગ્રેસનો સાથ પસંદ કર્યો છે. PAASની અપીલ બાદ પણ કુંભાણીએ ફોર્મ પરત ખેંચવાની ના પાડી હતી.
તુષાર ચૌધરી અને કાર્યકર વચ્ચે શું વાતચીત થઈ તે જાણીએ....
કાર્યકરઃ એમ નહીં.. નિલેશભાઈને કાપવાનું કારણ?
તુષાર ચૌધરીઃ હા તો નિલેશભાઈને જ કપાયને.. પછી આવો ડખો કરતા હોય તો એને કાપી કાઢીએ અને સુરેશ પરસાણાનું એમાં કરી દઈએ. બરાબર છે? અને મહિલા 2 નામો અમે નક્કી કરી દઈશું હોં..
કાર્યકરઃ એમ નહીં.. સુરેશ પરસાણા..
તુષાર ચૌધરીઃ ના એમ નહીં..
કાર્યકરઃ હાં..
તુષાર ચૌધરીઃ એમ નહીં.. સુરેશ પરસાણા, નિલેશ કુંભાણીની જગ્યાએ આવશે. જીતુ ગાડગીલ તો રહેશે જ, બે મહિલાનું નામ અમે નક્કી કરી દઈશું.
કાર્યકરઃ પણ એમ નહીં ધીરૂ લાઠિયા કપાય તો શું વાંધો છે, એનો જ વિરોધ છે બધાને, નિલેશભાઈનો થોડો છે?
તુષાર ચૌધરીઃ ના..ના..ના.. એ તમારો વિરોધ હોય તો અમારે કંઈ લેવાદેવા નથી એ અમારો કોંગ્રેસનો માણસ છે હમજી લો હોં..
કાર્યકરઃ એમ નહીં નિલેશભાઈ કોંગ્રેસના માણસ નથી સાહેબ?
તુષાર ચૌધરીઃ ના નિલેશભાઈ કોંગ્રેસનો માણસ નથી. અમારે કાપવો હોય તો નિલેશ કુંભાણીને કાપીશું અમે. ધીરૂ લાઠિયા કપાવાનો નથી હમજી લો. બરાબર?
કાર્યકરઃ પણ એમ નથી તો ય..
તુષાર ચૌધરીઃ નિલેશ કુંભાણીને કપાવવો હોય તો તમે વાત કરો અને એમાં બીજું નામ આપવું હોય તો આપો..
કાર્યકરઃ એમ નઈ નિલેશ કુંભાણીને કઈ રીતે કાપવાની સારો માણહ છે..
તુષાર ચૌધરીઃ ના.. ના.. સારો માણસ હોય તો ધીરૂ લાઠિયા ખરાબ માણસ છે?
કાર્યકરઃ હા એણે સાહેબ પૈસાને એવું ઉઘરાવ્યું ને હપ્તાને એવું બધુંય.. અહીં મકાનવાળા ને દુકાનવાળા..
તુષાર ચૌધરીઃ તો તમે પુરાવા આપો...
કાર્યકરઃ ઈ તો આવશે પુરાવા તો આવશે સાહેબ ઈ ભાઈ અત્યારે બહાર છે.
તુષાર ચૌધરીઃ નઈ.. નઈ.. એમ નઈ.. ના ભાઈ એવી બધી વાત મૂકી દો તમે હોં.. વાર્તા બંધ કરી દો તમારી..
કાર્યકરઃ પણ એવું નથી સાહેબ.. પણ એમ નથી..
તુષાર ચૌધરીઃ વાર્તા બંધ કરી દો તમારી.. નિલેશ કુંભાણીને અમે કાપીએ છીએ બરાબર?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે