સુરત મહાનગર પાલિકાએ આ કારણથી 134 દુકાનોને માર્યુ સિલ

સુરતના વેસુ આગ દુર્ઘટનામાં બે લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ત્યારબાદ સુરત મનપાની ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા વિવિધ મોલ, કોમર્શિયલ બિલ્ડીંગ તથા ટ્યુશન ક્લાસીસોમાં તપાસ હાથ ધરી નોટિસ પાઠવવામાં આવી હતી

સુરત મહાનગર પાલિકાએ આ કારણથી 134 દુકાનોને માર્યુ સિલ

ચેતન પટેલ, સુરત: સુરત મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા અલઠાણ રોડ પર આવેલા મોલની 134 દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. નોટિસ આપ્યા છતાં ફાયરના સાધનો મુકવામાં નહીં આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરતના વેસુ આગ દુર્ઘટનામાં બે લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ત્યારબાદ સુરત મનપાની ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા વિવિધ મોલ, કોમર્શિયલ બિલ્ડીંગ તથા ટ્યુશન ક્લાસીસોમાં તપાસ હાથ ધરી નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યાં જેમને ફાયર સેફટીના સાધનો લગાવ્યા ન હોઈ તેની સામે લાલ આંખ કરી હતી. આજે વહેલી સવારે મનપાની ફાયર વિભાગની ટીમ દ્વારા અલથાન ખાતે આવેલ મેગનસ શોપિંગ સેન્ટરને સિલ મારવાની કામગીરી હાથ ધરી હતી.

134 દૂકાનો પર નોટિસ મારી સિલ મારી દેવામાં આવ્યું હતું. નોટિસમાં ફાયરના સાધનો અપૂરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે રીતે દુકાનો સિલ મારવામાં આવી હતી તેને કારણે દુકાન માલિકો વહેલી સવારથી દોડતા થયા હતા. જો કે બીજી તરફ ફાયર વિભાગે પણ જ્યાં સુધી ફાયરના સાધનો નહીં લગાડવામાં આવે ત્યાં સુધી સિલ નહીં ખોલશેની ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે આજ મોલમાં જીએસટી વિભાગની ઓફિસ પણ આવેલી છે. જો કે તેમની ઓફિસ સીલ નહીં કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news