Love Jihad: સિમકાર્ડથી શરૂ થયો હિન્દુ યુવતીનો પ્રેમ, 3 વર્ષ બાદ ખબર પડી પતિ મુસ્લિમ છે અને પછી...

તેણે મુકેશને પૂછતાં કહ્યું કે હા હું મુસ્લિમ છું અને મુસ્લિમ ધર્મ સૌથી પવિત્ર છે. તું મારી પત્ની છે તેથી તારે મુસલમાન ધર્મ અંગીકાર કરવો જોઈએ. આ સાથે જ યુવતીને  ઘરમાં નમાજ પઢવા દબાણ કરવામાં આવતું હતુ. યુવતીને બુરખો પહેરવા પણ દબાણ કરતો હતો.

Updated By: Aug 13, 2021, 11:15 PM IST
Love Jihad: સિમકાર્ડથી શરૂ થયો હિન્દુ યુવતીનો પ્રેમ, 3 વર્ષ બાદ ખબર પડી પતિ મુસ્લિમ છે અને પછી...

તેજશ મોદી, સુરત: હિન્દુ (Hindu) યુવતીઓને વિધર્મીઓ દ્વારા ફસાવી લગ્ન (Marriage) કરવાની લવ જેહાદ (Love Jihad) ની ઘટનાઓને રોકવા માટે ગુજરાત સરકારે (Gujarat Government) હાલમાં જ કાયદો બનાવ્યો છે. જેને પગલે ગુનાઓ દાખલ થઈ રહ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક ગુનો દાખલ થયો છે. જેમાં યુવકે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે પતિ મુસ્લિમ (Muslim) હોવાની પત્નીને ખબર પડતાં યુવતીને નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું હતું. આ સાથે જ યુવતીએ આવું કરવાની ના પાડતાં તેને માર્યો હતો. જેથી મામલો પોલીસ મથકે (Police Station) પહોંચ્યો હતો. 

NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ

સમગ્ર ઘટના એવી છે કે સુરત (Surat) ના ડિંડોલી વિસ્તારના નવાગામ ખાતે રહેતી યુવતી 3 વર્ષ પહેલાં ગોડાદરામાં એક મોબાઈલ કંપનીમાં ટેલિકોલર તરીકે નોકરી કરતી હતી. એ સમયે એક યુવક સિમ કાર્ડ બદલાવા આવ્યો હતો. ત્યારે તેણે પોતાનું નામ મુકેશ મહાવીર ગુપ્તા કહ્યું હતું. મુકેશને નવા ગ્રાહકો લાવવાનું યુવતી દ્વારા કહેવામાં આવ્યું હતું. જેથી મુકેશ 10થી 15 ગ્રાહક લાવ્યો હતો. આમ અમિતા અને મુકેશ વચ્ચે મિત્રતા થઈ હતી. બાદમાં મિત્રતા પ્રેમ (Love) માં પરિણમી હતી. 

મુકેશે (Mukesh) યુવતીને કહ્યું હતું કે તે રેલવેમાં નોકરી કરે છે. બંનેએ લગ્ન કરવાનું નક્કી તો કર્યું હતું. પરંતુ મુકેશને યુવતીએ કહ્યું, તારી ઉંમર વધુ હોવાથી માતા-પિતા ના પાડશે. જેથી મુકેશે યુવતીને સમજાવી હતી કે રેલવેમાં નોકરીની વાત કરશે તો માતા- માતા માની જશે. જોકે માતાપિતા માની જતાં બંનેએ લગ્ન કર્યા હતાં. તેમને સંતાનમાં એક દીકરો થયો હતો. જોકે થોડા મહિલા પહેલાં યુવતીના હાથમાં મુકેશનું આધાર કાર્ડ (Adhar Card) આવ્યું, જે વાંચી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 

Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!

આધારકાર્ડ (Adhar Card) માં  મુકેશના ફોટા નીચે અખ્તર મોહંમદ સમતઅલી શેખ નામ લખ્યું હતું, તેણે મુકેશને પૂછતાં કહ્યું કે હા હું મુસ્લિમ છું અને મુસ્લિમ ધર્મ સૌથી પવિત્ર છે. તું મારી પત્ની છે તેથી તારે મુસલમાન ધર્મ અંગીકાર કરવો જોઈએ. આ સાથે જ યુવતીને  ઘરમાં નમાજ પઢવા દબાણ કરવામાં આવતું હતુ. યુવતીને બુરખો પહેરવા પણ દબાણ કરતો હતો. યુવતી જ્યારે ના પાડતી હતી તો અખ્તર તેને મારતો હતો. 

Viral Video: જાણિતી અભિનેત્રીનો MMS થયો લીક, સોશિયલ મીડિયા પર સંભળાવી આપવીતી

મુસ્લિમ (Muslim) હોવાની વાત કોઈને કરી તો દીકરાને લઈને જતો રહેશે એવી ધમકી આપી હતી. અખ્તરે રેલવે (Railway) માં નોકરી અપાવવાના બહાને અમિતાના ત્રણ સંબંધી પાસે 13.60 લાખ પડાવ્યા હતા. અખતરની અગાઉની પત્ની બાબતે પૂછતા કહ્યું કે, અમારા ધર્મમાં 4 પત્ની રાખી શકાય. અમિતાને મસ્જિદમાં લઈ જવાનું કહેતા ગભરાઈ જઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube