અંગૂઠાએ આખો ખેલ બગાડ્યો! એક વર્ષ પહેલા થયેલી હત્યા મુદ્દે એવો ખુલાસો થયો કે હચમચી જશો!

બિહારના ખોડાવન્દપુર જીલ્લાના છૌડાહી ગામમાં એક વર્ષ પેહલા થેયલી હત્યા જે અંડિકેક્ટ હતી અને ત્યાંની પોલીસ માટે પણ આ કેસ ઉકેલવો મુશ્કેલ હતો તેના મુખ્ય આરોપી રિતેશ સિંગેને સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસે મકાઈ પુલ ખાતેથી ઝડપી પડ્યો છે.

અંગૂઠાએ આખો ખેલ બગાડ્યો! એક વર્ષ પહેલા થયેલી હત્યા મુદ્દે એવો ખુલાસો થયો કે હચમચી જશો!

ચેતન પટેલ/સુરત: બિહારના ખોડાવન્દપુર જીલ્લાના છૌડાહી ગામમાં એક વર્ષ પહેલા થેયલી હત્યા પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચને આખરે સફળતા મળી છે. આરોપી રીતે સિંહને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી બિહાર પોલીસને સોંપવામાં આવ્યો હતો. હત્યાની કોશિશ ના ગુનામાં સમાધાન નહીં કરતા યુવાને મોતને ઘાટ ઉતારી તેની લાશને દફનાઈ દેવામાં આવી હતી.

બિહારના ખોડાવન્દપુર જીલ્લાના છૌડાહી ગામમાં એક વર્ષ પેહલા થેયલી હત્યા જે અંડિકેક્ટ હતી અને ત્યાંની પોલીસ માટે પણ આ કેસ ઉકેલવો મુશ્કેલ હતો તેના મુખ્ય આરોપી રિતેશ સિંગેને સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસે મકાઈ પુલ ખાતેથી ઝડપી પડ્યો છે. ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે 28 ઓગસ્ટ 2023ના રોજ બિહાર રાજ્યના ખોડાવવન્દપુર જિલ્લાના છૌડાહી‌ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને એક મૃતદેહ મળ્યા હોવાનું સામે આવ્યું હતું.

બિહાર પોલીસને જાણકારી મળી હતી કે શ્યામપુર વિસ્તારમાં કોઈ વ્યક્તિ જમીનમાં દટાયેલો છે અને તેના પગનો અંગૂઠો દેખાઈ રહ્યો છે. બિહાર પોલીસને માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યારે ત્યાં જઈને જોયું તો જાણ થઈ કે વરસાદ વરસ્યો હતો અને વરસાદમાં માટીનું ધોવાણ થતા લાશ ઉપર આવી હતી અને તે લાશના પગનો અંગૂઠો દેખાઈ રહ્યો હતો ત્યારે તાત્કાલિક ધોરણે બિહાર પોલીસે આ લાશને જમીનમાંથી બહાર કાઢી હતી. લાશને જમીનમાંથી બહાર કાઢ્યા બાદ પોલીસે જોયું તો તેના મોઢા પર કુહાડી જેવા હથિયારથી હુમલો કરાયો હતો જેના કારણે ઓળખ થાય તેવી સ્થિતિમાં ન હતી ત્યારબાદ તેઓએ આજુબાજુ વિસ્તારમાં આવો કોઈ બનાવ બન્યો છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

વધુમાં જણાવ્યું કે, ત્યાંની પોલીસને આ તપાસમાં 20 દિવસ બાદ ખબર પડી હતી કે આ લાશ રોહિની નંદનનો છે કે જે બેગુસરાઈના વિક્રમપુર નો રહેવાસી છે. છૌડાહી‌ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ આરોપીઓ હત્યા કર્યા બાદ ત્યાંથી ભાગી છુટ્યા હતા. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે બિહારથી હત્યા કરીને ભાગી આવેલ એક આરોપી સુરતના મકાઈ પુલ ખાતે આવેલ દોટી વાલા બેકરી નજીક ઉભો છે. જે બાતમીના આધારે તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી આરોપી રીતેશ સિંગની ધરપકડ કરી હતી. 

આરોપી રિતેશ સિંગની ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરતા તેને સમગ્ર હકીકત જણાવી હતી કે મારા ભાઈ અને તેના સાગરીતો મરણ જનારના ઘરે ચોરી કરવા ગયા હતા ત્યારે અચાનક મરણ જનાર નો ભાઈ જાગી જતા હાલ પકડાયેલ આરોપીના ભાઈ અને તેના સાગરીતોએ તેની પર હુમલો કરી દીધેલ. જે અંગે ઇજાગ્રસ્ત ની માતાએ ચેરીયા બરીયાપુર પોલીસ સ્ટેશન ખાતે હત્યાની કોશિશનો ગુનો નોંધાવેલ હતો. 

આ ગુનામાં સમાધાન માટે આ આરોપી વારંવાર મરણ જનાર અને તેની માતાને દબાણ કરતા હતા પરંતુ તેઓ કોઇપણ સંજોગે માનવા તૈયાર ન હતા જે હેતુથી હાલ પકડાયેલા આરોપીએ તેના સાગરીતો સાથે મળી મરણ જનાર રોહિની નંદન ને મળવા માટે બોલાવેલ અને તેનું અપહરણ કરી ગાડીમાં હત્યા નિપજાવી તેની લાશ ને તેના જ ગામથી દૂર ઝાડી ઝાંખરામાં દાટી દઈ ફરાર થઈ ગયા હતા. ત્યારે આજરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી રિતેશ સિંગની ધરપકડ કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ કાઢ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news