કાલે ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇ સુરત પોલીસ એલર્ટ, જાણો કેવો છે પોલીસ બંદોબસ્ત
સુરત શહેરમાં એક અઠવાડિયા પહેલા જ સૈયદપુરા વિસ્તારમાં ગણપતિના પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ સૈયદપુરા પોલીસ ચોકી ખાતે ધાબા પરથી પથ્થર મારો કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: આવતીકાલે ઇદે મિલાદ અને 17મી ગણેશ વિસર્જનને લઇ સુરત પોલીસ એલર્ટ મોડ પર છે. સુરતના ભાગળ વિસ્તારમાં શહેર પોલીસનું રિહર્સલ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત જાતે મેદાને ઉતર્યા હતા. સૈયદપુરામાં થયેલી પથ્થરમારાની ઘટના બાદ ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના દિવસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે.
સુરત શહેરમાં એક અઠવાડિયા પહેલા જ સૈયદપુરા વિસ્તારમાં ગણપતિના પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ સૈયદપુરા પોલીસ ચોકી ખાતે ધાબા પરથી પથ્થર મારો કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સાથે જ વાહનોમાં તોડફોડની સાથે આગ લગાવી દેવામાં આવી હતી. ઘટના બાદ પોલીસે લોખંડી બંદોબત ગોઠવી દીધો છે.
મંગળવારના રોજ ભાગળ વિસ્તારમાંથી ગણેશ વિસર્જન માટે અલગ અલગ પ્રતિમાઓ નીકળનાર છે. શહેરમાં અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન થશે. 80 હજાર મૂર્તિ નું વિસર્જન કરવામાં આવશે.જુલુસ અને વિસર્જન મા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. 15000થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમા રહેશે. 320 ધાબા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. દરેક પોઈન્ટ પર પોલીસ ગોઠવી દેવાયા છે.
શહેર ક્રાઇમ બ્રાન્ચ ની ૧૦ ટીમ તૈનાત કરાઇ છે. 4 SOG ટીમ તૈનાત રહેશે. 7 ક્વીક રીસ્પોન્સ ટીમ પણ તૈનાત રહેશે. સાથે જ 7 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. 900 જેટલા બોડી વોર્ન કેમેરા રહેશે. 7 વજ્ર વાહનથી કામગીરી કરવામાં આવનાર છે. પાલિકા સાથે મળી પોલીસ કામગીરી કરશે. 3000 સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવનાર છે. 40 જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે