સુરતની આ સ્વિટ્સ દેશ-વિદેશમાં મચાવે છે ધૂમ, સુરતીલાલા ઝાપટી જાય છે હજારો ટન
સુરતની આ ઘારી દેશ વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે. દર વર્ષે વિદેશમા હજ્જારો ટન જેટલી ઘારીઓ એકસપોર્ટ કરવામા આવતી હોય છે. વિદેશમા રહેતા ગુજરાતીઓ પણ ઘારીનો સ્વાદ માણી શકે તે માટે આ વર્ષે વિશિષ્ટ પ્રકારનું સેમ્પલ તૈયાર કરવામાં આવ્યું છે. જે
Trending Photos
સુરત: કોઇ પણ વાર તહેવાર હોય સુરતીલાલાઓ ખાવાનો મોકો ચુકતા નથી, ત્યારે વાત આવે ચંદી પડવાની તો સુરતીલાલાઓ આ પર્વના દિને કરોડો રૂપિયાની ઘારીઓ આરોગી જતા હોય છે. આ ઉપરાંત આ ઘારી દેશ-વિદેશમાં પણ એકસપોર્ટ થતી હોય છે. આ વર્ષે મોંઘવારીને ધ્યાનમાં રાખી ઘારીના ભાવમા કિલોએ રૂ. 20નો વધારો કરવામાં આવ્યો છે.
સુરતની ઘારી જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. મોટેભાગે ચંદી પડવાના પર્વ આવે ત્યારે સુરતીઓ સહિત દેશ-વિદેશમાં ખાવાના શોખીનો ઘારી પર તૂટી પડે છે. ત્યારે સુરતમાં અગાઉથી જ ઘારી બનાવવની તૈયારી શરૂ થઈ ગઈ છે. ચંદી પડવાના તહેવારમાં સુરતમાં જુદા-જુદા વેપારીઓ, સંસ્થાઓ અને ઘરઘથ્થુ હજારો ટન ઘારી બનાવાય છે. આ ઘારીમાં માવો, ઘી, એલચી, બદામ અને પીસ્તાને મિશ્ર કરી બનાવાય છે. અવનવી વેરાયટીમાં પણ આ ઘારી મળે છે. આ વર્ષે ઘારીના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે તેમ છતાં સુરતીઓ કરોડોની ઘારી આરોગવા અગાઉથી જ બુકિંગ કરાવી દીધું છે.
આ વર્ષે સુમુલ ડેરી દ્વારા ડાયાબિટીસના દર્દી તેમજ હેલ્થ કોન્સીયસ લોકોમા માટે પ્રથમ વાર સુગર ફ્રી ઘારી બનાવવામાં આવી છે. આ ઘારી ભલે સુગર ફ્રી હોય પંરતુ તેનો સ્વાદ અસ્સલ જે રુટિન ઘારી ખાતા હોય તેવો જ આવે છે. સુગર ફ્રી ઘારીનો ભાવ રુટિન ઘારી કરતા કિલો દીઠ રુ 50 થી લઇ 100 વધુ લેવામા આવતો હોય છે.
સુરતની આ ઘારી દેશ વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે. દર વર્ષે વિદેશમા હજ્જારો ટન જેટલી ઘારીઓ એકસપોર્ટ કરવામા આવતી હોય છે. વિદેશમા રહેતા ગુજરાતીઓ પણ ઘારીનો સ્વાદ માણી શકે તે માટે આ વર્ષે વિશિષ્ટ પ્રકારનું સેમ્પલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમા ઘારીને વ્યવસ્થિત પેકીંગ કરી એકસપોર્ટ કરાતી હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે