Tax જમા કરવવાને લઇને થયો ચોંકાવનાર ખુલાસો, આયકર વિભાગે જાહેર કર્યો રિપોર્ટ

શમાં હાલ લગભગ 8.6 લાખ ડોકટરમાંથી અડધા કરતા પણ ઓછા ટેક્સ ભરે છે. એટલું જ નહીં બીજાને ટેક્સ જમા કરવામાં મદદ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટની વાત કરીએ તો ત્રણમાંથી માત્ર એક સીએ જ ટેક્સ ભરે છે.

Tax જમા કરવવાને લઇને થયો ચોંકાવનાર ખુલાસો, આયકર વિભાગે જાહેર કર્યો રિપોર્ટ

નવી દિલ્હી: આવક વેરો ભરાવવા માટે સરકારની તરફથી સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલાક લોકોએ તેને ગંભીરતાથી લેતા નથી, તમારા મનમાં પણ આ જ સવાલ હશે. આયકર વિભાગના એક રિપોર્ટથી સામે આવ્યું છે કે દેશમાં હાલ લગભગ 8.6 લાખ ડોકટરમાંથી અડધા કરતા પણ ઓછા ટેક્સ ભરે છે. એટલું જ નહીં બીજાને ટેક્સ જમા કરવામાં મદદ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટની વાત કરીએ તો ત્રણમાંથી માત્ર એક સીએ જ ટેક્સ ભરે છે.

સાડા 14 હજાર ફેશન ડીઝાઇનર ભરે છે ટેક્સ
આયકર વિભાગની તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર સેલેરી પણ કામ કરનારા લોકો અને પ્રોફેશનલ્સ અને કારોબારિઓએ ટેક્સ જમા કરવામાં ઘણું મોટું અંતર હજુ પણ બનેલું છે. ભલેને પછી તમને થોડા કિલોમીટરના અંતર પર એક પ્રાઇવેટ નર્સિંગ હોમ જોવા મળે પરંતુ દેશમાં માત્ર 13 હજાર નર્સિંગ હોમ જ ટેક્સ જમા કરાવે છે. આ ઉપરાંત દેશમાં માત્ર 14,500 ફેશન ડિઝાઇનર્સ જ ટેક્સ ભરે છે.

રિટર્ન કરનારા લોકોમાં 80 ટકાનો વધારો
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગત 4 વર્ષમાં ટેક્સ રિટર્ન ભરનારની સંખ્યામાં 80 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશમાં આ વર્ષે લગભગ 6.9 કરોડ લોકોએ રિટર્ન ભર્યું છે. જ્યારે આ આંકડા 2013-2014માં 3.79 કરોડ હતા. આવક વેરા વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં કરોડપતિઓની સંખ્યામાં 68 ટકાનો વધારો થયો છે. દેશમાં પગારદાર આવક કરદાતાઓની સરખામણીએ નોન પગારદાર આવક કરદાતાઓની સંખ્યા ઘણી વધારે છે. તો પણ પગારદાર આવક કરદાતાઓની સંખ્યામાં નોન પગારદાર આવક કરદાતાઓની સરખામણીએ ઝડપી વધારો જોવા મળી રહ્યો છે.

ગત 4 વર્ષમાં નોન પગારદાર આવક કરદાતાઓની સંખ્યામાં 27 ટકા વધારો થયો છે. ત્યારે પગારદાર આવક કરદાતાઓની સંખ્યામાં 19 ટકા વધારો થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સેઝ (CBDT),ના ચેરમેન સુશીલ ચંદ્રાના અનુસાર નોન પગારદાર આવક કરદાતાઓની સંખ્યા ન વધવાને લઇ આયકર વિભાગ ચિંતામાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news