તક્ષશિલા આર્કેડ

સુરત આગકાંડમાં ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ ન થાય, તો પરિવારજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી

સુરતના સરથાના વિસ્તારમાં થયેલ તક્ષશિલા અગ્નિકાંડ (Surat Fire Tragedy) દેશભરને હચમચાવી દીધા હતા. આ અગ્નિકાંડમાં ૨૨ જેટલા યુવક-યુવતીઓનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને સાત મહિના વીતી ગયા છતાં પણ અત્યાર સુધી મૃતકોના પરિવારજનો ન્યાયને ઝંખી રહ્યાં છે. આજે ફરી એકવાર સુરત પોલીસ કમિશનર ખાતે અગ્નિકાંડના મૃતકોના સ્વજનો પોલીસ કમિશનરને આવેદનપત્ર સોંપ્યું હતું. તેઓએ ઉચ્ચ અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. 

Dec 11, 2019, 03:40 PM IST

સુરત આગકાંડ : ગેરકાયદે બાંધકામની ફરિયાદ આગળ ફોરવર્ડ ન કરનાર ઈજનેર પકડાયો, 47.88% વધુ સંપત્તિ

સુરતની તક્ષશિલા આર્કેડ આગકાંડની ઘટનામાં એક તરફ શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચ અને મહાનગર પાલિકા તપાસ કરી રહી છે, તો બીજી તરફ બેજવાબદાર અને લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો પણ સુઓમોટો કાર્યવાહી કરી રહી છે. ત્યારે એસીબીએ પાલિકાના વધુ એક અધિકારી સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ દાખલ કર્યો છે. ત્યારે એસીબીના સકંજામાં ઈજનેર હરેરામસિંઘ બીજી વખત આવ્યો છે. એસીબીએ હરેરામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

Jul 29, 2019, 08:13 AM IST

સુરત : 22 માસુમોનો ભોગ લેનાર તક્ષશિલા આર્કેડનુ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

22 નિર્દોષોનો ભોગ લેનારી સુરતની તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગની ઘટનાને દોઢ મહિનો થયો છે, ત્યારે મહાનગરપાલિકાએ તક્ષશિલા આર્કેડના ગેરકાયદેસર અને જર્જરિત ભાગને તોડી પાડ્યો હતો. મહાનગરપાલિકાએ ચોથા માળે ગેરકાયદેસર રીતે બનેલ 4350 ચોરસ ફૂટ ડોમનું ડિમોલિશન કર્યું હતું. 

Jul 17, 2019, 09:38 AM IST
Asthi Yatra of Children who died in Surat Fire Tragedy PT4M22S

સુરત આગકાંડ: તક્ષશિલા આર્કેડથી નીકળી મૃતકોની અસ્થિયાત્રા, જુઓ વિગત

સુરત: મૃતકોના પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. સરથાણા, કાપોદ્રા, વરાછા વિસ્તારમાં યાત્રા નીકળશે. અસ્થિયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

Jul 7, 2019, 02:50 PM IST
Surat Fire Tragedy: Asthi Yatra of Children PT5M2S

સુરત આગકાંડ: તક્ષશિલા આર્કેડથી નીકળશે મૃતકોની અસ્થિયાત્રા, જુઓ વિગત

સુરત: મૃતકોના પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. સરથાણા, કાપોદ્રા, વરાછા વિસ્તારમાં યાત્રા નીકળશે. અસ્થિયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

Jul 7, 2019, 01:25 PM IST

તક્ષશિલા અગ્નિકાંડ મામલો: પોલીસે બિલ્ડર સવજી પાઘડારની કરી ધરપકડ

તક્ષશિલા આર્કેડમાં આગની દુર્ઘટના બાદ અમેરિકા ભાગી છૂટેલા બિલ્ડર સવજી પાઘડારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાથી પરત ફરતા જ સવજી પાઘડરની ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ તેના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.

Jul 6, 2019, 01:08 PM IST

સુરત આગકાંડ : વાલીઓ તરફી વકીલની કારમાંથી થઈ અગ્નિકાંડના દસ્તાવેજોની ચોરી

સુરત આગ કાંડમાં 22 માસુમ વિદ્યાર્થીઓ હોમાયા હતા, જેમનો કેસ હાલ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓ તરફી વકીલના કારમાંથી દસ્તાવેજની ચોરી કરવામાં આવી હતી. બેગમાંના ડોક્યુમેન્ટ્સ ચોર દ્વારા ભંગારની દુકાને પહોંચ્યા હતા.

Jul 3, 2019, 02:33 PM IST

સુરત આગકાંડ : પોતાના મૃત સંતાનોને ન્યાય અપાવવા પરિવાર ધરણા પર બેસ્યા

સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ મામલે એક મહિનો વીતી ગયો હોવા છતા હજી પણ ઉપરી અધિકારીઓ સામે કોઇ પણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામા આવી નથી. ક્રાઇમબ્રાન્ચ દ્વારા ફકત ફાયરના નાના અધિકારીઓને નિશાન બનાવીને તેમના વિરુદ્ધા ગુનો નોંધવામા આવ્યો હતો. જો કે હજી સુધી ડીજીવીસીએલના અધિકારીઓ સામે કોઇ પણ પ્રકારની પૂછપરછ કે તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો નથી. જેને કારણે આજ રોજ 22 મૃતકોના પરિવારજનો ઘટના સ્થળની બહાર જ ધરણા પર બેસ્યા હતા. 

Jun 30, 2019, 03:30 PM IST
Surat Fire Tragedy: In Conversation With Victim's Father PT6M6S

સુરત આગકાંડ: કઈ રીતે આખી ઘટના બની અને પીડિતની શું સ્થિતિ છે તે અંગે તેના પિતા સાથે ખાસ વાતચીત

સુરત આગ કાંડને આજે એક મહિનો પુરો થયો છે. એક મહિના પહેલા સુરતમાં તંત્રની બેદરકારીના ભોગે 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના એક પીડિત હતા જતિનભાઈ નાકરાણી. જતિનભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તક્ષશિલા આર્કેડના બીજા મળે જતિનભાઈ ફેશન ઇન્સ્ટીટયૂટ હતું. ત્યારે એ દિવસે શું ઘટના બની હતી અને કેવી પરિસ્થિતી સર્જાઈ તે તમામ સવાલો સાથે ઝી 24 કલાકે જતિનભાઈના પિતા સાથે ખાસ વાતચીત કરી છે..

Jun 24, 2019, 06:35 PM IST
Surat: Clash Between Parents And Police, Parents Protest PT8M

સુરત: વાલીઓ અને પોલીસ વચ્ચે તક્ષશિલા આર્કેડ ખાતે થઈ બબાલ, જુઓ વાલીઓ કેમ ભડક્યા

સુરત: વાલીઓ અને પોલીસ વચ્ચે તક્ષશિલા આર્કેડ ખાતે બબાલ થઈ

Jun 24, 2019, 06:30 PM IST
Surat: Clash Between Parents And Police At Taxashila Arcade PT5M34S

સુરત: જુઓ વાલીઓ અને પોલીસ વચ્ચે તક્ષશિલા આર્કેડ ખાતે કેમ થઈ બબાલ

સુરત: વાલીઓ અને પોલીસ વચ્ચે તક્ષશિલા આર્કેડ ખાતે થઈ બબાલ

Jun 24, 2019, 06:30 PM IST
Takshashila arcade reopen after pooja at Surat PT1M4S

સુરતના ગોઝારા કાંડ પછી ફરી શરૂ થયું તક્ષશિલા આર્કેડ

સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલામાં આગ લાગતા 22 બાળકોના મોત થયા હતા. આ ઘટનાના 30 દિવસ બાદ આજે ફરી એક વખત તક્ષશિલા આર્કેડમાં વેપારીઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. તક્ષશિલામાં હવન કરીને ફરીથી દુકાનો ખોલવામાં આવી છે.

Jun 24, 2019, 10:05 AM IST

સુરત આગકાંડ : કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની પોલ કોર્ટમાં ખુલ્લી પડી

સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ દુર્ઘટનામાં સૌથી પહેલા જેલમાં ધકેલાયેલા કોચિંગ ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીએ કોર્ટમાં જામીન અરજી કરી છે. જામીન અરજી ઉપર કોર્ટમાં ફેંસલો લેવામાં આવે તે પહેલા જયેશ કાનાણી અને રમેશ ખંડેલા નામના બે વાલીઓએ વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ કરતા ભાર્ગવ બુટાણીની મુશ્કેલીઓ વધી છે. બુટાણીએ વાલીઓને ગુમરાહ કરી સોગંદનામાં ઉપર સહીઓ કરાવી લીધી હોવાનો આક્ષેપ કરાયો છે.

Jun 18, 2019, 03:59 PM IST

સુરતના ફરાર પોલીસ કર્મીઓ અંગે ગુજરાત પોલીસ વડા બોલ્યા, ‘કડક પગલા લઈશું’

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે રાજ્યના પોલીસ વડા દ્વારા સમયાંતરે ગાંધીનગર ખાતે શહેરો અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવતી હોય છે, ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સુરતની બે દિવસની મુલાકાતે આવ્યા હતાં.

Jun 10, 2019, 02:23 PM IST

સ્કૂલ ખૂલતાની સાથે જ સુરતની શાળામાં લાગી આગ, આખરે કામ આવ્યા ફાયરના સાધનો

સુરતના તક્ષશિલા આર્કેડ ખાતે લાગેલી આગની ઘટના બાદ તમામ સ્કૂલોને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા તથા સાધનોના ઉપયોગ અંગે તાકીદ કરવામાં આવી હતી, જેને પગલે જ સુરતની એક સ્કૂલમાં મોટી જાનહાનિ થતા બચી ગઈ હતી.

Jun 10, 2019, 10:53 AM IST

FSL રિપોર્ટમાં ખુલાસો, તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ માટે બીજા માળનું એસી યુનિટ કારણભૂત

દેશને હચમચાવી મુકનારા સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં ગુનો નોંધ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે પાલિકાના જવાબદાર અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ કર્યો છે. જેમાં અત્યાર સુધીમાં ફાયર વિભાગના બે અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસ જે ફોરેન્સિક સાયન્સ લેબના રીપોર્ટની રાહ જોઈ રહી હતી, તે પ્રાથમિક રીપોર્ટ એફએસએસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને આપી દેવામાં આવ્યો છે. જેમાં કારણ કંઈક બીજુ જ નીકળ્યું છે. એસીના આઉટડોર યુનિટમાં સૌથી પહેલા આગ લાગી હોવાનું તારણ કહેવામાં આવ્યું છે, એ પણ બીજા માળનું...

Jun 3, 2019, 08:21 AM IST

સુરત આગકાંડ: ન્યાયની માગણી સાથે સ્થાનિકોએ અર્ધનગ્ન હાલતમાં કર્યો વિરોધ

સુરતના સરથાણામા તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ થયેલા અગ્નિકાંડ ઘટનામાં 22 લોકોના કરુણ મોત નીપજયા હતા, જ્યારે 15 થી વધુ લોકો ઇર્જાગ્રસ્ત બન્યા હતા.

Jun 1, 2019, 11:24 PM IST

અમદાવાદ : સુરત આગકાંડ બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોની NOC લેવા પડાપડી

સુરતમાં બનેલી આગની ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. જે બાદ અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરસેફ્ટી અને તેની એનઓસી વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા 350 ટ્યુશન ક્લાસીસને ફાયરની નવી એનઓસી આપવામાં આવી છે. અને આ પ્રક્રિયા હજીપણ ચાલુ જ છે. 

Jun 1, 2019, 09:11 AM IST

ફાયર સેફ્ટીના સાધનો હોવાથી અમદાવાદમાં સુરત આગ જેવી ઘટના બનતા રહી ગઈ

સુરત આગકાંડનો બનાવ હજી પણ તાજો છે. લોકો હજી પણ એ 22 માસુમોના મોતનો મલાજો પણ સંભાળાયો નથી, ત્યાં અમદાવાદની એક સ્કૂલમાં આગની બનાવ બન્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની મદદથી તરત આગને કાબૂમાં લઈ લેવાઈ હતી. 

May 31, 2019, 10:33 AM IST

સુરત આગકાંડમાં સૌથી મોટો ખુલાસો : બિલ્ડરે બંધ કર્યો હતો ચોથા માળે જતો દાદરો

સુરતના તક્ષશિલા આગ મામલે સૌથી મોટો ખુલાસો હાલ થયો છે. જેમાં ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હોવાનું સામે આવ્યું છે. આ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે, ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હતી, જે બિલ્ડર દ્વારા બંધ કરવામાં આવી હતી. 

May 30, 2019, 02:37 PM IST