'અસલી'ના સકંજામાં 'નકલી' પોલીસ! સુરતમાં નકલી અધિકારીઓ બન્યા બેફામ! સવારે પોલીસ, બપોરે IPS!
આ ટોળકી દ્વારા પોતાની ઓળખ પોલીસ તરીકે આપી જુગાર રમતા આરોપીઓ પાસેથી રોકડ સહિત ₹ 1.73 લાખ નો મુદ્દા માલ પડાવી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવવામાં પોલીસે પાંચ પૈકી ત્રણ આરોપીઓને ઝડપી પાડી જલ ભેગા કર્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: નકલી પોલીસ બની જુગાર રમતા આરોપીઓનો તોડ કરનારી ટોળકીને વરાછા પોલીસે ઝડપી પાડી હતી. આ ટોળકી દ્વારા પોતાની ઓળખ પોલીસ તરીકે આપી જુગાર રમતા આરોપીઓ પાસેથી રોકડ સહિત ₹ 1.73 લાખ નો મુદ્દા માલ પડાવી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવવામાં પોલીસે પાંચ પૈકી ત્રણ આરોપીઓને ઝડપી પાડી જલ ભેગા કર્યા છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વસુંધરા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ માં મનસુખભાઈ સવાણી તેમના મિત્રો વિશાલભાઈ, શૈલેષભાઈ ,પ્રકાશભાઈ , પ્રફુલભાઈ, પરેશભાઈ ,અમિતભાઈ અને રાજુભાઈ સાથે ભજીયા ની પાર્ટી કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓ જુગાર રમવા માટે બેઠા હતા. અંદાજિત સાડા ચાર વાગ્યાના અરસામાં જ્યાં પાંચ જેટલા અજાણ્યા ઇસમો આવ્યા હતા અને તેઓએ પોતાની ઓળખ ડિસ્ટાફના પોલીસકર્મી તરીકે આપી હતી. બાદમાં આ તમામ લોકોને જુગારનો કેસ કરવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં આરોપીઓ પાસેથી રોકડા 1.73 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ જુગાર રમતા આરોપીઓ વરાછા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા પૈસા પડાવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ ઈસમો પોલીસ કર્મચારી ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા આ ઈસમોની ઓળખ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે મહેશભાઈ ડાંગર, ભીખુ ચૌહાણ અને આકાશ વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે લલિત ઓળખે લાલી તથા હિતેશ ઉર્ફે માધુરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા આ તમામ આરોપીઓ હીરા મજૂરી કામ સાથે સંકળાયેલા છે.
આ ઉપરાંત આરોપી મહેશ અને ભીખુ અગાઉ પુણા, ભાવનગર, અમરોલી અને અડાજન પોલીસ મથકમાં મારામારી, રાયોટીંગ અને ખંડણીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. હાલમાં વરાછા પોલીસે આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરી આરોપીઓ અગાઉ કોઈ વ્યક્તિને આ રીતે નિશાન બનાવવામાં આવ્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે