શિક્ષકો મોજમાં! ગુજરાતની આ સ્કૂલના વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો પ્રવાસે ઉપડી ગયા, DEOને ફરિયાદ

સુરતથી શિક્ષણજગતને લઈ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, સુરતની એક શાળામાં શિક્ષકો બાળકો ને 5 દિવસની રજા આપી અને પોતે પ્રવાસે ઉપડી ગયા હતા.

શિક્ષકો મોજમાં! ગુજરાતની આ સ્કૂલના વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો પ્રવાસે ઉપડી ગયા, DEOને ફરિયાદ

પ્રશાંત ઢીવરે/સુરત: શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલી માઉન્ટ મેરી હાઇસ્કુલના સંચાલકો શાળાને તારું મારી પિકનિક પર જતા રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર મામલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. નર્સરી થી લઈ ધોરણ.10 સુધીના વિદ્યાર્થીઓને એક સપ્તાહની રજા આપી દેવામાં આવી છે. ઘટનાને પગલે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં મહાપ્રભુનગર ખાતે આવેલી માઉન્ટ મેરી હાઇસ્કુલ આવેલી છે. આ શાળાના સંચાલકોએ વાલીઓને ફોન પર મેસેજ મોકલ્યો હતો અને શાળામાં નવમી જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી રજા હોવાનું જણાવી દીધું હતું. કોઈપણ જાતની જાહેર રજા કે જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી વગર હાઈસ્કૂલ દ્વારા આ પ્રકારે એક સપ્તાહની રજા જાહેર કરી હતા, વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. ચાલુ અભ્યાસે હાઈસ્કૂલના શિક્ષકો આ રીતે શાળામાં રજા જાહેર કરી પિકનિક પર જતા રહેતા વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ કર્યા હતા.

શાળાના સંચાલકોની આ બેદરકારીના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાય તેવી શક્યતાઓ છે. નર્સરીથી લઈ ધોરણ 10 સુધીના તમામ વિદ્યાર્થીઓને એકાએક એક સપ્તાહની રજા આપી દેવાતા આ સપ્તાહનો અભ્યાસ અધૂરો રહેશે તેવી વાલીઓને ચિંતા સતાવી રહી છે. હાલ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળતા જ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news