સુરેન્દ્રનગર ભાજપના અગ્રણીનું નિધન, આપઘાત કે કુદરતી મોત અંગે પોલીસ તપાસ શરૂ

ગાંધીનગરના ચિલોડા પાસે આવેલા છાલાની પલક હોટલમાં સુરેન્દ્રનગરના ભાજપ અગ્રણી ઝીણાભાઈ ડેડવારીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝીણાભાઈ ડેડવારીયાનું શંકાસ્પદ હાલતમાં નિધન થયું છે

સુરેન્દ્રનગર ભાજપના અગ્રણીનું નિધન, આપઘાત કે કુદરતી મોત અંગે પોલીસ તપાસ શરૂ

હિતલ પારેખ/ ગાંધીનગર: ગાંધીનગરના ચિલોડા પાસે આવેલા છાલાની પલક હોટલમાં સુરેન્દ્રનગરના ભાજપ અગ્રણી ઝીણાભાઈ ડેડવારીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝીણાભાઈ ડેડવારીયાનું શંકાસ્પદ હાલતમાં નિધન થયું છે. પોલીસે આપઘાત કે કુદરતી મોતને લઇને શંકા વ્યક્ત કરી છે. ત્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે જ આ અંગે ખુલાસો થઈ શકે છે. પીએમના પ્રાથમિક પરિણામ બાદ પોલીસ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ભાજપ અગ્રણી ઝીણાભાઈ ડેડવારીયા 2017 માં વિધાનસભાની ચુંટણી ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા હતા જો કે હારી ગયા હતા. ત્યારે ઝીણાભાઈ ડેડવારીયા ગઈકાલે ગાંધીનગરના ચિલોડા પાસે છાલાની પલક હોટલમાં રોકાયા હતા. ત્યારબાદ તેમણે ત્યાં જમવાનું પણ મંગાવ્યું હતું. પરંતુ જ્યારે હોટલ કર્મચારી તેમને જમવાનું આપવા આવ્યો ત્યારે ઝીણાભાઈ જમીન પર પડેલા મળી આવ્યા હતા.

જો કે, આ અંગે જાણ થતા હોટલ માલિક સહિત હોટલનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો. હોલટના માલિક દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તે દરમિયાન ઝીણાભાઈએ આપઘાત કે તેમનું કુદરતી મોત નીપજ્યું તેને ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે પોલીસે ઝીણાભાઈનો મૃતદહે પીએમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે પોસ્ટ મોર્ટમના આધારે તપાસ શરૂ કરી છે. પીએમના પ્રથામિક પરિણામ બાદ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news