ગુજરાતમાં આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, વેલમાર્ક લો પ્રેશર ભુક્કા કાઢશે

Gujarat Weather Forecast : પૂર્વી મધ્યપ્રદેશમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી... દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાતમાં આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, વેલમાર્ક લો પ્રેશર ભુક્કા કાઢશે

Ambalal Patel Monsoon Prediction : રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ ગુજરાતમાં ભુક્કા બોલાવી દે તેવી આગાહી છે. ગુજરાતમાં ઓગસ્ટ કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં વરસાદે હેલી બોલાવી છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ  દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ પર વેલ માર્ક લો પ્રેસર સર્જાયું છે. તે હવે લો પ્રેસર તરીકે ક્રમશઃ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તરફ આગામી બે દિવસ દરમિયાન આગળ વધશે. તેની અસર તળે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન ખાતાની પાંચ દિવસની આગાહી મુજબ પ્રથમ દિવસે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરાના અમુક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાદ વરસી શકે છે. જ્યારે પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યના 75 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના ગોધરા અને શહેરામાં સાડા નવ ઇંચ વરસાદ પડ્યો છે. મહીસાગરના વીરપુરમાં નવ ઇંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના તલોદ અને અરવલ્લીના બાયડમાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ થતાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. રાજ્યના છ તાલુકામાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકામાં છ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના 22 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 47 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આમ વરસાદની સતત હેલી રહી છે. ગઈકાલે અમદાવાદમાં પણ મૂશળાધાર વરસાદ વરસ્યો હતો. રાજ્યના 75 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજ્યના 113 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે.

હવામાન ખાતાની પાંચ દિવસની આગાહી
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વધુ અસર થવાની શક્યતા છે. જામનગર અને દ્વારકા જિલ્લાના અમુક ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે.  હવામાન ખાતાની પાંચ દિવસની આગાહી મુજબ પ્રથમ દિવસે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરાના અમુક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાદ વરસી શકે છે. જ્યારે પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. બીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર જિલ્લાના અમુક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ખેડા, અમદાવાદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. 

ક્યાં ક્યા ભારે વરસાદની છે આગાહી 
ત્રીજા દિવસે બનાસકાંઠા, પાટણ, કચ્છ જિલ્લાના અમુક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે. ચોથા દિવસે કચ્છ, જિલ્લાના અમુક ભાગમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે જામનગર અને દ્વારકા જિલ્લાના અમુક ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે.

ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર, અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ
સામાન્ય વરસાદમાં જ હાઇવે ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા હોવાથી અનેક રજૂઆતો બાદ પણ પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન કરતાં વાહનચાલકોમાં રોષ છે તો બીજી બાજુ લાંબા સમય બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા લોકો અને ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેના કારણે પાલનપુર -અંબાજી હાઇવે પર પાણી ભરાયા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર, અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. જેને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. તો અનેક વિસ્તારો ડૂબાણમાં આવ્યા છે. આ કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 18, 2023

 

સાબરમતી નદીમાં પણ પાણીનું સ્તર વધ્યું, વાસણા બેરેજના દરવાજા ખૂલ્યા 
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને કારણે વરસાદના કારણે પાણીની શહેરમાં આવક થઈ છે. સાબરમતી નદીમાં પણ પાણીનું સ્તર વધ્યું છે. સાબરમતી પાણીની આવકના પગલે વાસણા બેરેજના 10 દરવાજા ખોલાયા છે. સંત સરોવરમાંથી 7500 ક્યુસેક, નર્મદા મેન કેનાલમાંથી 9470 ક્યુસેક થઇ કુલ 18400 ક્યુસેક પાણીની આવક થઈ છે. 10 દરવાજા મારફત 12980 ક્યુસેક પાણી છોડ્યું છે. પાણી છોડતાં નીચાણવાળા ગામોમાં એલર્ટ અપાયું છે. નવાપુરા, સરોડા, પાલડી કાકાજ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. હાલ વાસણા બેરેકની સપાટી હાલ 127.50ની સપાટીએ પહોંચી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news