રાજકોટમાંથી ઝડપાયો ઉંટવૈદ્ય, કમ્પાઉન્ડરમાંથી સીધો જ બની ગયો ડોક્ટર

એક તરફથી રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે કોરોના વાઈરસના ઇન્જેક્શનની કાળા બજારી કરનારા એક બાદ એક કૌભાંડીઓ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોના સંક્રમણ ની વચ્ચે રાજકોટ પોલીસ દ્વારા મુન્નાભાઈ એમબીબીએસ ને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે પોઝિટીવ કેસનો આંક સતત કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે બીજી તરફ રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ જાણે કે ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ફરી એક વખત આરોગ્ય વિભાગે નહીં પરંતુ રાજકોટ શહેર પોલીસે બોગસ તબીબને ઝડપી પાડયો છે. 

રાજકોટમાંથી ઝડપાયો ઉંટવૈદ્ય, કમ્પાઉન્ડરમાંથી સીધો જ બની ગયો ડોક્ટર

રક્ષિત પંડ્યા/રાજકોટ : એક તરફથી રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે કોરોના વાઈરસના ઇન્જેક્શનની કાળા બજારી કરનારા એક બાદ એક કૌભાંડીઓ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોના સંક્રમણ ની વચ્ચે રાજકોટ પોલીસ દ્વારા મુન્નાભાઈ એમબીબીએસ ને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે પોઝિટીવ કેસનો આંક સતત કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે બીજી તરફ રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ જાણે કે ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ફરી એક વખત આરોગ્ય વિભાગે નહીં પરંતુ રાજકોટ શહેર પોલીસે બોગસ તબીબને ઝડપી પાડયો છે. 

શહેરના ભક્તિનગર પોલીસ દ્વારા અરવિંદ પરમાર નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે જે પોતે કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી ધરાવ્યા વગર જ તબીબી પ્રેક્ટિસ કરતો હતો. એસીપી એચ એલ રાઠોડના જણાવ્યા પ્રમાણે અરવિંદ પરમાર નામનો વ્યક્તિ હસનવાડી વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી દવાખાનુ ચલાવતો હતો. મહત્વની વાત તો એ છે કે હાલ અરવિંદ પરમાર નામનો વ્યક્તિ જે જગ્યાએ છબી બની તબીબી પ્રેક્ટિસ કરતો હતો. તે જગ્યા પર તે એક વર્ષ પહેલા કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. 

એક વર્ષ પૂર્વે તે જે ડોક્ટર ની અંદર માં કામ કરતો હતો તે ડોક્ટરે કોઈ કારણોસર દવાખાનુ ખાલી કર્યા બાદ તે જ જગ્યાએ તે કમ્પાઉન્ડર મટી તબીબ બની ગયો હતો. તેમજ જે કોઈ પણ વ્યક્તિ તેની પાસે નિદાન માટે આવતું તે નિદાન માટે એક કેસ દીઠ તે 50 રૂપિયા પણ લેતો હતો તો સાથે જ એનો પથરીની દવા પણ તે દર્દીઓને આપતો હતો. ભક્તિનગર પોલીસે હાલ બોગસ ડોક્ટરને એલોપેથી દવા તેમજ ઇન્જેક્શનના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news