ભાઇએ ગેસનો બાટલો છુટો મારીને પોતાના જ સગા ભાઇની હત્યા કરી નાખી, કારણ જાણી ચોંકી ઉઠશો

ભાઇએ ગેસનો બાટલો છુટો મારીને પોતાના જ સગા ભાઇની હત્યા કરી નાખી, કારણ જાણી ચોંકી ઉઠશો

- પૂર્વ વિસ્તાર બન્યો લોહિયાળ
- આંતરે દિવસે બની રહી છે હત્યાની ઘટનાઓ
- પોલીસનો ગુનાખોરી ડામવા પર કાબુ નથી રહ્યો
- અમરાઈ વાડી બાદ બીજા જ દિવસે મણિનગર માં હત્યાનો બનાવ

ઉદય રંજન/અમદાવાદ : બે દિવસમાં બે હત્યા થતા પૂર્વ વિસ્તાર બન્યો લોહિયાળ. અમરાઈવાડી બાદ હવે મણિનગરમાં પણ હત્યાનો બનાવ બન્યો. ગેસ બોટલ માથામાં મારી ભાઈએ જ કરી ભાઈની હત્યા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી બેફામ વધી રહી છે. તાજેતરમાં બનેલી કાગડાપીઠ લૂંટનો ભેદ ઉકેલાયો નથી અને અમરાઈ વાડીમાં હત્યા કર્યા બાદ લૂંટ ચલાવનાર આરોપી પકડાયા નથી. ત્યાં શનિવારે વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો. બાદમાં રવિવારે મણિનગરમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનો બનાવ બનતા પૂર્વ વિસ્તાર જાણે કે લોહિયાળ બન્યો છે.  36 વર્ષીય યુવકની તેના ભાઈએ જ ગેસનો બાટલો માથા અને મોઢાના ભાગે બોલાચાલી થતા મારી દેતા મોત નીપજ્યું હતું.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો દક્ષિણી સોસાયટી પાસેની સરદારની ચાલી ગણપત ગલીમાં રહેતા 36 વર્ષીય સુભાષ મધુકર ગોગવલે અને તેનો ભાઈ નિલેશ માતા સાથે રહે છે. રવિવારે બપોરે બે વાગ્યાના સુમારે સુભાષ ઘરે આવીને  તેના નાના ભાઈ  નિલેશ મધુકર ગોગવલે સાથે કામધંધો ન કરતો હોવાની બાબતને લઈને ઝઘડો અને માથાકૂટ કરવા લાગ્યો હતો. બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે સુભાષ તેના ભાઈ નિલેશને ગેસનો બાટલો (રીફીલ) ઉપાડીને મારવા ગયો હતો.  તે વખતે તેના નાનાભાઈ નિલેશ મધુકર ગોગબલે એ તેના મોટાભાઈ સુભાષ મધુકર ગોગવલેના હાથમાંથી ગેસનો બાટલો (રીફીલ) લઈને તે સુભાષના માથાના ભાગમાં તથા છાતીના ભાગમાં મારી દીધો હતો. જેના કારણે સુભાષ મધુકર ગોગવલેના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં આરોપી નિલેશે 108 ને ફોન કર્યો હતો. 108 ની ટીમે પહોંચીને સુભાષને મૃત જાહેર કર્યો હતો. 

જો કે નિલેશે તેનો ભાઈ સુભાષ પડી જતા વાગી ગયું હોવાની સ્ટોરી ઉભી કરી હતી. પરંતુ બીજી તરફ 108 એ મણિનગર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શરૂઆતથી જ નિલેશ ખોટું બોલી રહ્યો હોવાનું માની પોલીસે ઉલટ પૂછપરછ કરતા નિલેશે તેના ભાઈ સુભાષ સાથે બોલાચાલી થતા તેને મારવા આવતા ગેસ બોટલ મારી દઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ક્યાંક અંગત અદાવત, ક્યાંક જૂની બોલાચાલી તો ક્યાંક બેકારીના લીધે એક બાદ એક હત્યા થઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં અનેક ગુનાના વણ ઉકેલાયેલા ભેદમાં પોલીસ ઊંડી ઉતરી શકે છે કે કેમ અને ગુનાખોરી પર કાબુ મેળવી શકે છે કે કેમ તે જોવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news