સાસુ અધિકારી વહુ સાથે કરતી ગંદુ કામ અને કહેતી જો કોઇને કહીશ તો હું આત્મહત્યા કરી લઇશ પણ પછી વહુને પણ...

ખેડા જિલ્લામાં રહેતા અને રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતી મહિલાનું જીવન લગ્ન બાદ એવું કઠોડે ચડ્યું કે, જાણીને તણે પણ ચોંકી ઉઠશો

Updated By: Nov 29, 2021, 03:39 PM IST
સાસુ અધિકારી વહુ સાથે કરતી ગંદુ કામ અને કહેતી જો કોઇને કહીશ તો હું આત્મહત્યા કરી લઇશ પણ પછી વહુને પણ...
પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદ : ખેડા જિલ્લામાં રહેતા અને રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેણે જણાવ્યું કે, તેની સગાઇ થઇ ત્યારથી જ તેનો પતિ તેની પાસે અલગ અલગ વસ્તુઓ ગીફ્ટમાં માંગતો હતો. જો કે આ બાબતને તેણે સામાન્ય ગણી હતી. જો કે લગ્ન બાદ સાસુ-સસરાએ ઝગડાઓ કરવાનું શરૂ કર્યું હતું. ઘર વખરીની ભ્રીજ અને ટીવી જેવી વસ્તુઓ માંગવાનું શરૂ કર્યું હતું. આ ન આપે તો તેની સાથે ઝગડાઓ કરીને તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. 

RAJKOT: મવડી રોડ પર અત્યંત વૈભવીગાડી કૂવામાં ખાબકતા એકનું મોત, બેનો ચમત્કારીક બચાવ

ખેડા જિલ્લામાં રહેતી અને મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે નોકરી કરતી 34 વર્ષીય મહિલાએ રાણીપમાં રહેતા એક ડેન્ટિસ્ટ સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન બાદ તેનું જીવન નર્ક બની ગયું હતું. લગ્ન બાદ સાસુ ઘરના કામ કરવાનું બહાનુ આપીને તેને માનસિક ત્રાસ આપતા હતા. મહિલાને સાસુ ક્યાંય જવા દેવા માટેની પરવાનગી પણ આપતા નહોતા. તને અહીં કામ કરવા માટે પરણીને લાવ્યા છીએ તેમ કહીને ત્રાસ ગુજરતા હતા. સગાઇ દરમિયાન મહિલાના પતિએ મહિલાના પગારમાંથી ખર્ચાઓ કરવાનું શરૂ કર્યું હતું. મહિલાના પતિએ જન્મદિવસે પૈસાની માંગ કરીને પપ્પા માટે સોફાસેટ લાવવા માટે જણાવ્યું હતું. 

જેક્લીને આ શું કર્યું? રોડ છાપ ગુંડાને બનાવ્યો પોતાનો બોયફ્રેંડ જાણીને ચોંકી ઉઠશો

લગ્ન બાદ પતિએ દારૂ પણ પીવાનું શરૂ કર્યું હતું. આવું તો ચાલ્યા જ કરશે તારે જે કરવું હોય તે કર. થોડા સમય બાદ મહિલાના પુત્રનો જન્મ થયો હતો. જો કે પતિએ દારૂ પિવાનું શરૂ રાખ્યું હતું. જો તે મનાઇ કરે તો પતિ કહેતો કે આવું તો ચાલુ જ રહેશે અને મારી ગર્લફ્રેન્ડ પણ અહીં આવશે તારાથી થાય તે કરી લે. આ ઉપરાંત સાસુ પણ ધમકી આપતા કે આ જે તારી સાથે થાય છે તે કોઇને પણ કહીશ તો હું આત્મહત્યા કરી લઇશ અને ચીઠ્ઠીમાં તારૂ નામ લખીને જઇશ. જેથી તારે આજીવન જેલમાં રહેવું પડે. હાલ તો આ મુદ્દે ગુનો દાખલ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube