અમેરિકાનાં સૌથી મોટા અને ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરમાં FBI નાં દરોડાથી ચકચાર

શ્રી બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા અમેરિકાનાં ન્યૂજર્સી રાજ્યમાં રોબિન્સ વિલે ખાતે બની રહેલું મંદિર હાલ વિવાદમાં આવી ગયું છે. ભારતથી સેવાનાં નામે લલચાવીને આ મંદિર નિર્માણ માટે લઇ જવાયેલા શ્રમિકોને ત્યાં કલાકનાં 1 ડોલર (આશરે 75 રૂપિયા) મહેનતાણું ચુકવવા ઉપરાંત તેમનાં પાસપોર્ટ જપ્ત કરીને કામ કરાતું હોવા ઉપરાંત ચોક્કસ વિસ્તારમાં ગોંધી રખાયાની સ્થાનિક કોર્ટમાં ફરિયાદ થતા અમેરિકાની ટોપની એજન્સી એફબીઆઇ દ્વારા મંગળવારે દરોડા પાડવામાં આવ્યા હતા. 

અમેરિકાનાં સૌથી મોટા અને ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરમાં FBI નાં દરોડાથી ચકચાર

અમદાવાદ : શ્રી બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા અમેરિકાનાં ન્યૂજર્સી રાજ્યમાં રોબિન્સ વિલે ખાતે બની રહેલું મંદિર હાલ વિવાદમાં આવી ગયું છે. ભારતથી સેવાનાં નામે લલચાવીને આ મંદિર નિર્માણ માટે લઇ જવાયેલા શ્રમિકોને ત્યાં કલાકનાં 1 ડોલર (આશરે 75 રૂપિયા) મહેનતાણું ચુકવવા ઉપરાંત તેમનાં પાસપોર્ટ જપ્ત કરીને કામ કરાતું હોવા ઉપરાંત ચોક્કસ વિસ્તારમાં ગોંધી રખાયાની સ્થાનિક કોર્ટમાં ફરિયાદ થતા અમેરિકાની ટોપની એજન્સી એફબીઆઇ દ્વારા મંગળવારે દરોડા પાડવામાં આવ્યા હતા. 

FBI દ્વારા મંગળવારે રોબિન્સવિલે ખાતે BAPS ના નિર્માણાધીન મંદિર સંકુલમાં દરોડા પડાયા હતા. દરોડા બાદ આ અંગેની તપાસ અમેરિકાની ટોચની એજન્સી હોમલેન્ડ સિક્યુરિટીને સોંપવામાં આવી છે. ન્યૂયોર્ક ટાઇમ્સનાં અહેવાલ અનુસાર ભોગ બનેલા કામદારોનાં વકીલે કોર્ટમાં આક્ષેપ કર્યો છે કે, ભારતની સંસ્થા બીએપીએસ દ્વારા સેંકડો દલિત શ્રમિકોનું શોષણ કર્યું છે. ભારતમાંથી સારી નોકરીની લાલચે આ કામદારોને અમેરિકા લાવીને ન્યૂજર્સી રોબિન્સવિલે ખાતેના મંદિરમાં ગોંધી રખાયા હતા. તેમને યોગ્ય વળતર કે આરામ પણ નથી અપાઇ રહ્યો. 

ફરિયાદ અનુસાર શ્રમિકોને પહેલા તો ધાર્મિક વિઝાની R-1 કેટેગરી હેઠળ ધર્મપ્રચારક તરીકે અમેરિકા લવાયા અને અમેરિકન સરકાર સમક્ષ તેમને સ્વયંસેવક તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા. તેમની પાસે અંગ્રેજી દસ્તાવેજો પર સહી કરાવી હતી અને યુએસ એમ્બેસીમાં તેમને કુશળ શિલ્પી અને ચિત્રકાર તરીકે રજુ કરાયા હતા. જો કે અમેરિકા લવાયા બાદ તેમની પાસે 13-13 કલાક મંદિર સાઇટ પર કામ કરાવવામાં આવતું હતું. પથ્થરો ઉપાડવાની ક્રેન, હેવી મશીનરી ઓપરેટર કરાવાતી હતી. ખાડા ખોદાવતા હતા. આ માટે તેમને મહિને માત્ર 450 ડોલર (આશરે 33750રૂપિયા ) જ ચુકવવામાં આવતા હતા. જે પૈકી 50 ડોલર તેમને અમેરિકામાં અને બાકીની રકમ તેમની ભારત ખાતેની બેંકમાં જમા કરાવાતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news